લીડ્સ ટેસ્ટમાં રિષભ પંતે બેક ટુ બેક સદી ફટકારવા છતાં મળી સજા : આ નિયમનું કર્યું ઉલ્લંઘન, જાણો શું છે સમગ્ર મામલો
ટેસ્ટ મેચમાં રિષભ પંતે શાનદાર કમબેક કર્યું છે. IPLમાં તેનું પર્ફોમન્સ એટલું બધુ સારું નહોતું રહ્યું ત્યારે હવે ટેસ્ટ ક્રિકેટમાં પંત જોરદાર બેટિંગ કરી રહ્યો છે ત્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેક ટુ બેક સદી ફટકારવા છતાં પહેલી ટેસ્ટ મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય તેમજ ગેરવર્તન કરવા બદલ આઈસીસીએ ઋષભ પંતને ફટકાર લગાવી હતી. બન્ને ઈનિંગમાં સદી બનાવનાર પંતે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ દરમિયાન આચારસંહિતાના લેવલ-1નું ઉલ્લંઘન કર્યું હતું.
ICC sanctioned Rishabh Pant and handed one demerit point for confrontation with umpire over ball condition on 3rd day#ENGvIND #INDvENG #RishabhPant pic.twitter.com/lJt9clteug
— Shakeel Khan Khattak (@ShakeelktkKhan) June 24, 2025
પંતે બોલને લઈને અમ્પાયર સાથે ગેરવર્તન કર્યું
આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું કે પંતે અમ્પાયરના નિર્ણય સામે અસહમતિ વ્યક્ત કરી હતી જેના કારણે તેના શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. પંતની 24 મહિનામાં આ પહેલી ભૂલ હતી. પંતે બોલને લઈને અમ્પાયર સાથે ગેરવર્તન કર્યું હતું. જ્યારે અમ્પાયરે બોલ બદલવાનો ઈનકાર કર્યો તો પંતે બોલ જમીન પર ફેંકી ગુસ્સો કર્યો હતો જે નિયમ વિરુદ્ધ છે.

શું છે સમગ્ર મામલો?
ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગની 61મી ઓવરમાં મોહમ્મદ સિરાજ બોલિંગ કરવા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પછી, બુમરાહે અમ્પાયરને બોલ વિશે ફરિયાદ કરી. તેણે અમ્પાયરને બોલ ચેકર (ગેજ) માં મૂકીને બોલ તપાસવા કહ્યું. જોકે, બોલ પસાર થઈ ગયો અને અમ્પાયરે રમત ચાલુ રાખવા કહ્યું. આ પછી, હેરી બ્રુક આગળ આવ્યા અને ઓવરના પાંચમા બોલ પર ફોર ફટકારી. આ પછી, પંતે બીજા અમ્પાયરને પણ બોલ વિશે ફરિયાદ કરી. બોલ ફરી એકવાર ગેજ ટેસ્ટમાં પાસ થયો, પરંતુ પંત તેનાથી નાખુશ દેખાતો હતો. તેણે ગુસ્સાથી બોલને અમ્પાયરની સામે ફેંકી દીધો. ગેજ ટેસ્ટમાં બોલનું કદ માપવામાં આવે છે. જો કદ અલગ હોય, તો બોલ બદલવામાં આવે છે.
આ પણ વાંચો : ક્રિકેટર રીન્કુ અને સાંસદ પ્રિયા સરોજના લગ્ન શા માટે ટળ્યાં? સામે આવ્યુ લગ્ન મોકૂફ રાખવાનું મોટું કારણ
એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરાયો
પંતને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ICC આચાર સંહિતાની કલમ 2.8 ના ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરવા સાથે સંબંધિત છે. આ ઉપરાંત, પંતના શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. 24 મહિનામાં આ તેની પહેલી ભૂલ હતી . પંતે પોતાની ભૂલ સ્વીકારી છે અને ICC મેચ રેફરીઓના ICC એલિટ પેનલના રિચી રિચાર્ડસન દ્વારા આપવામાં આવેલી સજા પણ સ્વીકારી છે.
આ મહત્તમ સજા છે
આ આરોપ ઓન-ફિલ્ડ અમ્પાયર ક્રિસ ગેફની અને પોલ રાઇફલ, તેમજ થર્ડ અમ્પાયર શરાફુદઉલ્લાહ ઇબ્ને શાહિદ અને ચોથા અમ્પાયર માઇક બર્ન્સ દ્વારા લગાવવામાં આવ્યો હતો. લેવલ વન ગુના માટે ઓછામાં ઓછી સજા સત્તાવાર ઠપકો છે, જ્યારે મહત્તમ સજા ખેલાડીની મેચ ફીના ૫૦ ટકા અથવા એક કે બે ડિમેરિટ પોઈન્ટનો દંડ છે.