‘50% ટેરિફ હટાવો!’ ભારતના સમર્થનમાં અમેરિકી સંસદમાં બળવો, ટ્રમ્પને સીધો પડકાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ઊંચા ટેરિફ સામે હવે ખુદ અમેરિકાની સંસદમાં વિરોધ ઊઠ્યો છે.
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ત્રણ ડેમોક્રેટ સાંસદોએ પ્રસ્તાવ રજૂ કરીને આ ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યા છે અને તેને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
રાષ્ટ્રીય કટોકટીના બહાને લાદવામાં આવેલા આ ટેરિફથી ભારત નહીં, પરંતુ સામાન્ય અમેરિકન નાગરિકોને જ મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે.
ડેબોરાહ રોસ, માર્ક વીજી અને ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું કે ભારત સાથેના આર્થિક સંબંધો અમેરિકન રાજ્યો માટે રોજગાર અને રોકાણનો આધાર છે.
ટ્રમ્પના નિર્ણયથી આયાતી વસ્તુઓ મોંઘી થઈ છે અને વેપાર સંબંધોમાં તણાવ ઊભો થયો છે. હવે આ પ્રસ્તાવને કારણે અમેરિકા-ભારત સંબંધો અને ટ્રમ્પની ટેરિફ નીતિ બંને પર વૈશ્વિક નજર ટકી છે.
