કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 69.50 રૂપિયા સસ્તો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે દેશભરમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. રૂ. 69.50 ના સુધારેલા દરો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે.
એક મહિના પહેલા, 1 મેના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તાત્કાલિક અસરથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં યુનિટ દીઠ 19 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.