રાહુલ ગાંધી સવારમાં ક્યાં પહોંચી ગયા, વાંચો
હરિયાણામાં પહેલવાનો સાથે મુલાકાત કરી
કુસ્તી મહાસંઘની ચૂંટણી, વિસર્જન અને પહેલવાનો દ્વારા એવોર્ડ પરત કરવાની ઘટનાઓ વચ્ચે બુધવારે રાહુલ ગાંધી હરિયાણાના છારા ગામના પ્રખ્યાત વિરેન્દ્ર અખાડાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે બજરંગ પુનિઆ, 2022 ની કોમનવેલ્થ ગેમના ચંદ્રક વિજેતા દિપક પુનિઆ અને અન્ય પહેલવાનો સાથે મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે દીપક પુનિઆ અને બજરંગ પુનિઆ બંનેએ પોતાની કારકિર્દીની શરૂઆત આ અખાડા માં કુસ્તીના દાવ પેચ શીખીને કરી હતી.
બજરંગ પુનિઆએ રાહુલ ગાંધીની એ મુલાકાતના ફોટા તથા વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ રાહુલ સવારે 6:00 વાગે અખાડાની મુલાકાતે આવ્યા હતા ત્યાં તેમણે કુસ્તી માટે જરૂરી કસરતો તેમજ કુસ્તીબાજોની દિનચર્યા અંગે ચર્ચા કરી હતી. બાદમાં તેઓ પહેલવાનો સાથે કસરત કરી કુસ્તીના દાવપેચ શીખ્યા હતા.
રવીન્દ્ર અખાડાના કોચના જણાવ્યા મુજબ રાહુલે કુસ્તીની ટેકનીક તેમજ સ્પર્ધા દરમિયાન પોઇન્ટ્સ ની ગણતરી અંગે જાણકારી મેળવી હતી અને બાદમાં પહેલવાનો સાથે બાજરાના રોટલા અને કઢીનો નાસ્તો કર્યો હતો.