એસબીઆઈ એ ઇલેક્ટોરલ બોન્ડ વિશે સુપ્રીમ કોર્ટે શું કહ્યું વાંચો
અધુરી વિગત આપતા બદલ સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો
હવે ખબર પડશે કે કોણે કોને કેટલા આપ્યા
સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું પાલન કરીને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઇલેકટોરલ બોન્ડની ચૂંટણી પંચને આપેલી વિગતોમાં બોન્ડ નંબર દર્શાવવામાં ન આવતા સુપ્રીમ કોર્ટે એસબીઆઇઆઈ નો ઉધડો લીધો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડનીબેન્ચ કહ્યું કે એસબીઆઇએ બોન્ડ નંબર જાહેર કરવા જ પડશે.
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ, તેણે સર્વોચ્ચ અદાલતને ઇલેક્ટોરલ બોન્ડ અંગે આપેલા દસ્તાવેજો પરત મેળવવા કરેલી અરજી પર સુનાવણી ચાલી રહી હતી તેને અધવચ્ચે અટકાવી ચીફ જસ્ટિસે પૂછ્યું કે સ્ટેટ બેનીબોફ ઈન્ડીયાના પ્રતિનિધિ ક્યાં છે? બેન્કે કેમ અધુરી માહિતી આપી છે? કેમ બોન્ડ નંબર જાહેર નથી કર્યા? ચીફ જસ્ટીસે કહ્યું કે અમે તમામ વિગતો જાહેર કરવાનો આદેશ કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે એસબીઆઈ એ બોન્ડ નંબર જાહેર કરવા જ પડશે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાના પાલનમાં બેન્ક તરફથી ખામીઓ કઈ રીતે રહી ગઈ તેનો ખુલાસો પૂછતી નોટિસ પણ સુપ્રીમ કોર્ટે પાઠવી છે.
દરમિયાન સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચની અરજી ના પ્રતિભાવ રૂપે ચૂંટણી પંચે આપેલા તમામ દસ્તાવેજો સ્કેન કરવા અને બાદમાં મૂળ દસ્તાવેજો ચૂંટણી પંચને સોંપી દેવા સૂચના આપી હતી.
હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે
એસબીઆઇએ આપેલી અને ચૂંટણીપંચે જાહેર કરેલી વિગતો પરથી ક્યા દાતાએ ક્યાં રાજકીય પક્ષને દાન આપ્યું તે વિગત ગોપનીય રહી ગઈ હતી. હવે સ્ટેટ બેબી ઓફ ઇન્ડિયા બોન્ડ નંબર જાહેર કરશે તો એ નંબર પરથી ક્યા રાજકીય પક્ષે કયા દાતાના બોન્ડ વટાવ્યા તે સ્પષ્ટ થઈ જશે.