એરપોર્ટ જઈ રહેલા કેરળના ગવર્નરની ગાડી પર શું થય ગયું વાંચો
મુખ્યમંત્રી વિજયનનું ષડયંત્ર હોવાનો આક્ષેપ
થીરુવંથપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે રહેલા કેરળના ગવર્નર આરીફ મોહમ્મદ ખાન ના કાફલા પર હુમલો થવાની ઘટનાએ ભારે રાજકીય વિવાદબસર્જ્યો છે. આ ઘટનાને પાછળ કેરળના કે મુખ્યમંત્રી પીનારાઇ વિજયનનો દોરી સંચાર હોવાનો ગવર્નરે આક્ષેપ કર્યો હતો.
ગવર્નર ખાનના કફલા ને સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ કાળા વાવટા દેખાડી અટકાવી દીધો હતો. એ દરમિયાન તેમની કાર ઉપર હુમલો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ કારને ઘેરી લીધા બાદ ગવર્નર ખાન ગાડીમાંથી બહાર નીકળતા દેખાવકારો નજીકમાં જ પાર્ક કરેલી ગાડીઓમાં બેસી ઘટના સ્થળેથી ચાલ્યા ગયા હતા.
બાદમાં ગવર્નરે તેમની ઉપર શારીરિક હુમલો કરાવવાનું મુખ્યમંત્રી વિજયને ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે પોલીસે દેખાવકારોને પકડવાને બદલે ગાડીમાં બેસાડીને જવા દીધા હતા. પોલીસે આ ઘટના બારામાં સાત વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. ગવર્નર ખાને થીરુવંથપુરમ ગુંડાઓને હવાલે થઈ ગયું હોવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કેરળમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોવાનું જણાવી કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટી સત્તામાં હશે ત્યાં સુધી કેરળ નો વિકાસ નહીં થાય તેવી ટિપ્પણી કરી હતી.