કોમર્શિયલ LPG સિલિન્ડરના વાંચો કેટલો થયો ભાવમાં વધારો
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 1લી ફેબ્રુઆરીથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. આ વધારો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી એટલે કે સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 14 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધીને 1769.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. ગત 1 જાન્યુઆરી 2024ના રોજ 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં થોડી રાહત આપવામાં આવી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો.