RBI એ આપી નવી જાણકારી: હજુ પણ તમારી પાસે રૂ. 2000ની નોટ છે તો ચિંતા કરશો નહીં
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે 2000 રૂપિયાની નોટને લગતી નવી માહિતી આપી છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે ચલણમાંથી હટાવવામાં આવેલી 2,000 રૂપિયાની 97 ટકા નોટો તેમને પરત મળી ગઇ છે. 19 મે 2023ના રોજ 2,000 રૂપિયાની બેંક નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે બેંકે નોટ બદલવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. પરંતુ જો તમે સમય પૂરો થયા પછી પણ તમારી નોટ બદલાવી નથી તો ચિંતા કરશો નહીં RBIએ આને લગતી એક નવી માહિતી પણ શેર કરી છે.
અત્યાર સુધીમાં કેટલા ટકા નોટો પરત આવી?
જ્યારે RBIએ મે 2023માં રૂ. 3.56 લાખ કરોડની કિંમતની રૂ. 2000ની નોટો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી બેંકે નોટો બદલવા માટે 31મી ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. ત્યાં જ આજે જાહેર કરાયેલી નવી માહિતી અનુસાર, વર્તમાન સમયમાં ચલણમાં રહેલી 2,000 રૂપિયાની બેંક નોટોમાંથી 97 ટકા પરત આવી છે જ્યારે 0.10 લાખ કરોડ રૂપિયાની નોટો બેંકમાં પાછી આવી નથી.
જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે તો ચિંતા કરશો નહીં.
બેંક દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રૂ. 2,000ની બેંક નોટ હજુ પણ વૈદ્ય મુદ્રા છે અને જેની પાસે છે તેઓ તેને તેની 19 પ્રાદેશિક કચેરીઓમાં જમા અથવા બદલાવી શકે છે. આ માટે લોકોને પ્રાદેશિક કાર્યાલય જવાની પણ જરૂર નથી અને તેઓ તેને ભારતીય પોસ્ટ દ્વારા મોકલીને એક્સચેન્જ કરી શકે છે.
