ખુશ રહેના મેરે યાર: રતનનો જિગરી દોસ્ત શ્વાન બોડી પાસેથી હટતો જ નહતો
આ દુનિયામાં માણસ બીજા માણસનો સાથ ગમે ત્યારે છોડે છે પણ એક શ્વાન પોતાની વફાદારીમાં ક્યારેય પાછીપાની કરતો નથી તે હકીકત ગુરુવારે પણ રતન ટાટાના અંતિમ સંસ્કાર વખતે પુરવાર થઈ હતી અને બધા આ ક્ષણના સાક્ષી બન્યા હતા.
બપોર બાદ મુંબઈના વરલીમાં સ્મશાન ખાતે રતન ટાટાના અંતિમ સંસ્કાર થયા ત્યારે વીવીઆઇપીઓ સાથે રતનનો જિગરી દોસ્ત શ્વાન ગોવા પણ અંતિમ દર્શને આવી પહોંચ્યો હતો. રતનનો તે ખૂબ જ વહાલો હતો. હમેશા એમની આસપાસ જ રહેતો હતો.
ગોવા જ્યારે સ્મશાને આવ્યો ત્યારે ચૂપચાપ કલાકો સુધી બેસી રહ્યો હતો. તે સતત રતનને અનિમેષ નજરે નિહાળતો રહ્યો હતો. તે પાર્થિવ શરીર પાસેથી હટયો જ નહતો. રતને વર્ષો પહેલા તેને ગોવા ખાતેથી લીધો હતો અને તેનું નામ ગોવા જ રાખ્યું હતું.