રતન ટાટા જમશેદપુરમાં 6 વર્ષ સામાન્ય મજૂરોની સાથે રહ્યા
ટાટા સ્ટીલમાં મજૂર તરીકે કામ કરતા હતા
વરિષ્ઠ પત્રકાર ગિરીશ કુબેર તેમના પુસ્તક ‘ધ ટાટા: હાઉ અ ફેમિલી બિલ્ટ એ બિઝનેસ એન્ડ અ નેશન’માં લખે છે, “રતન ટાટાએ 1962માં જમશેદપુરમાં ટાટા સ્ટીલમાં કામ કરવાનું શરૂ કર્યું. તે છ વર્ષ સુધી અહીં રહ્યા હતા.
શરૂઆતમાં તેણે વાદળી કપડા પહેરીને દુકાનના મજૂર તરીકે તેની એપ્રેન્ટિસશીપ કરી. આ પછી તેઓ પ્રોજેક્ટ મેનેજર બન્યા. આ પછી તેઓ મેનેજિંગ ડિરેક્ટર એસ કે નાણાવટીના વિશેષ સહાયક બન્યા. તેમની મહેનતની ખ્યાતિ બોમ્બે પહોંચી અને જેઆરડી ટાટાએ તેમને બોમ્બે બોલાવ્યા.
રતન સામાન્ય મજૂરોની જેમ કામ કરતાં હતા અને અન્ય મજૂરો સાથે એમની જેમ જ જીવન પસાર કરતાં હતા. ઠાઠ-માઠ અને દેખાડાથી દૂર રહીને ફક્ત કામ પર અને પોતાના લક્ષ્ય પર જ એમનું ધ્યાન કેન્દ્રિત રહેતું હતું.