1600 કરોડમાં બનશે ‘રામાયણ’ : ફિલ્મ માટે રણબીર કપૂરે વસૂલી અધધ ફી, જાણો પૂરી સ્ટારકાસ્ટને કેટલી ફી લીધી
રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બાદ ફેન્સ રામાયણ ફિલ્મને લઈને એક્સાઈટેડ છે કે 1600 કરોડના બજેટવાળી ફિલ્મ છે. આ ફિલ્મ 2 ભાગમાં બનવાની છે. જ્યારથી રામાયણમ ફિલ્મમાં રણબીર કપૂર અને યશની પહેલી ઝલક સામે આવી છે, ત્યારથી ચાહકો ફિલ્મના અદ્ભુત VFX અને સંગીતના દિવાના થઈ ગયા છે. આ ફિલ્મનું બજેટ મોટું છે તો એક્ટર અને એક્ટ્રેસને પણ મોટી ફી ચૂકવવામાં આવી જ હશે ત્યારે ચાલો જાણીએ કોને કેટલી ફી આપવામાં આવી છે.
રણબીર કપૂરે ‘રામાયણ’ માટે કેટલી ફી લીધી?

‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. ફિલ્મફેરના અહેવાલ મુજબ, રણબીર કપૂરને આ બે ભાગની મહાકાવ્ય ફિલ્મના દરેક ભાગ માટે 75 કરોડ રૂપિયા મળશે. આવી સ્થિતિમાં, અભિનેતા બંને ફિલ્મો માટે અંદાજે 150 કરોડ રૂપિયા લેશે, જે તેની કારકિર્દીની સૌથી મોટી ફી બનશે. અગાઉ, તેણે તેની બ્લોકબસ્ટર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાંથી સૌથી વધુ ફી લીધી હતી.
યશે ‘રામાયણ’માંથી કેટલી ફી લીધી?
કન્નડ સુપરસ્ટાર યશે પણ બંને મહાકાવ્ય ફિલ્મોમાં રાવણની ભૂમિકા માટે 50 કરોડ રૂપિયાની ભારે ફી લીધી છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મના બંને ભાગોમાંથી અભિનેતાની કુલ કમાણી 100 કરોડ રૂપિયા હશે.
‘રામાયણ’ માટે સાઈ પલ્લવીને કેટલા રૂપિયા મળ્યા?
‘રામાયણ’માં સીતા માતાની ભૂમિકા ભજવતી સાઈ પલ્લવી જોવા મળશે. રિપોર્ટ અનુસાર, ‘રામાયણ’ના દરેક હપ્તા માટે સાઈ પલ્લવીને 6 કરોડ રૂપિયા ફી મળશે. જેનાથી આ બે ભાગની ગાથા માટે તેની કુલ ફી 12 કરોડ રૂપિયા થશે.
‘રામાયણ’ માટે સની દેઓલને કેટલી ફી મળી?
‘રામાયણ’માં સની દેઓલ ભગવાન હનુમાનની ભૂમિકામાં જોવા મળશે. ‘રામાયણ’ના દરેક ભાગ માટે સની દેઓલ 20 કરોડ રૂપિયા કમાઈ રહ્યા હોવાનું કહેવાય છે, જેનાથી તેની કુલ ફી 40 કરોડ રૂપિયા થઈ ગઈ.
‘લક્ષ્મણ’ના રોલ માટે રવિ દુબેને કેટલી ફી મળી?
ટેલિવિઝન સ્ટાર રવિ દુબે નિતેશ તિવારીની ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવતા જોવા મળશે. રવિને રામાયણમાં તેની ભૂમિકા માટે 2 થી 4 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : મુંબઈમાં એકનાથ શિદે જૂથના MLAની ગુંડાગીરીને સત્તાનો શિરપાવ, જે કેન્ટીન સંચાલકને માર માર્યો તેનું જ લાયસન્સ કર્યું રદ
રામાયણમનું નિર્માણ 8 વખતના ઓસ્કાર વિજેતા VFX સ્ટુડિયો DNEG અને યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ IMAX ફોર્મેટમાં શૂટ કરવામાં આવી રહી છે અને તે વિશ્વભરમાં રિલીઝ થશે. રામાયણમનો પહેલો ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027 ના રોજ રિલીઝ થશે.