રાજનાથસિંહે કહ્યું…ભારત પ્રત્યે ચીન કૂણું પડ્યું
ગલવાનની ઘટના પછી ચીનનો ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો હોવાનો દાવો: લંડનમાં સંરક્ષણમંત્રીનું નિવેદન
ચીન અંગે આર્મીના વડાએ સાવધાની પૂર્વક આગળ વધવાની વાત કરી છે ત્યારે બીજી બાજુ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે પોતાની બ્રિટનની યાત્રા દરમિયાન સીમા વિવાદ અંગે અલગ જ વિધાન કર્યું હતું. એમણે એમ કહ્યું હતું કે, ગલવાનમાં ભારતીય સેનાની વીરતા જોયા બાદ ભારત પ્રત્યે ચીનનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. લંડન ખાતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાજનાથ સિહે એમ પણ કહ્યું હતું કે, ભારત ચીનને પોતાનો દુશ્મન ગણતો નથી પણ ચીનને ભારતનો શત્રુ ગણવામાં આવે છે. સત્ય એ છે કે, ગલવાનમાં ભારતના જવાનોએ ચીનની ઘૂસણખોરીનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ત્યારબાદથી જ ચીનનું વલણ ભારત પ્રત્યે બદલાયું છે.
રાજનાથ સિહે એમ પણ કહ્યું હતું કે, ભારત વ્યૂહાત્મક પાવર તરીકે ઉભરી આવ્યું છે અને વિશ્વના અનેક દેશોએ ભારતની આ તાકાતનો ઉલ્લેખ કર્યો છે. ચીનના અખબારમાં ભારતના અર્થતંત્ર સહિતના વખાણ કરવામાં આવ્યા હતા અને તે બારામાં લંડનમાં પત્રકારોએ કરેલા પ્રશ્નોનો રાજનાથ સિહે આ રીતે જવાબ આપ્યો હતો. ચીને હવે ભારતની આર્થિક અને વિદેશી નીતિ માની અને સ્વીકારી લીધી છે.
મીડિયા સાથે વાતચીત કરતાં મનોજ પાડેએ ચીનનું નામ લીધા
વિના કહ્યું, અમે કોઇપણ સ્થિતિનો મુકાબલો કરવા માટે તૈયાર
LAC ઉપર હાલત સવેદનશીલ
આર્મીના વડાની ચિંતા
દેશની આર્મીના વડા મનોજ પાડેએ એમ કહ્યુ હતુ કે અત્યારે સીમા પર હાલત સ્થિર છે છતા સવેદનશીલ છે. પૂર્વી લદાખ વિવાદ વિષે ચીનનુ નામ લીધા વિના એમણે કહ્યુ હતુ કે ઉત્તરી સીમા પર સ્થિતિ નાજુક કહી શકાય છે પણ કાબૂ હેઠળ તો છે જ. સેના દિવસ પહેલા મીડિયા સાથે એમણે મહત્વની વાતચીત કરી હતી. પાડેએ કહ્યુ હતુ કે ઉત્તરી સીમા પર કોઈ પણ પ્રકારની સ્થિતિનો મુકાબલો કરવા માટે પૂરતા સૈનિકો તૈનાત છે. આ સખ્યામા ઘટાડો કરવામા આવશે નહીં. જો કે પૂર્વ લદાખમા એલએસી મુદાઓના સમાધાન શોધવા માટે સેના અને રાજદ્વારી સ્તર પર વાતચીત ચાલુ જ રાખવામા આવી છે.
વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમા પાડેએ વધુમા એમ પણ કહ્યુ હતુ કે ૨૦૨૩ મા દેશની સીમાઓ પર હિસાના બનાવોમા ઘટાડો થયો હતો. જમ્મુ- કાશ્મીર અગે એમણે કહ્યુ કે એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસોને અમે નાકા કરી રહ્યા છીએ. કશ્મીરના અદરના વિસ્તારોમા પણ હિસાની ઘટનાઓમા ઘટાડો થયો છે.
એમણે કહ્યુ કે દેશના હિતમા સેનાએ ખૂબ મોટા અને મહત્વના નિર્ણયો લીધા છે. સેનામા સમયની માગ મુજબ આધુનિક ઇલેક્ટ્રોનિક વોરફેરને વધુ મજબૂત બનાવવામા આવ્યા છે. સેનામા નવી ટેક્નોલોજીને શામેલ કરવામા આવી રહી છે. સચારની ખૂબ જ લેટેસ્ટ સીસ્ટમ રાખવામા આવી છે.