Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની ઇન્સ્ટાગ્રામ-ક્વીન ‘તોફાની રાધા’એ કર્યો આપઘાત : ” પપ્પા , હું ઉપર જાઉં છું ” કહીને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Sat, February 22 2025


રાજકોટ શહેરમાં માતા-પિતાથી અલગ રહેતી અને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ બનેલી તોફાની રાધા એટલે કે રાધિકા ધામેચા (ઉ.વ.26) ગઈકાલે રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગળાફાંસો ખાતાં પહેલાં સ્ટેટસ મૂક્યું ‘ફેંસલા કરના હૈ કી, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ’, પિતાને અંતિમ ફોન કરી કહ્યું-‘હું જાઉં ઉપર છું’

શહેરના રૈયા રોડ પર તુલસી સુપર માર્કેટ સામે સિલ્‍વર કોમ્‍પલેક્ષ પાસે રહેતી ‘તોફાની રાધા’ તરીકે અને ઇન્‍સ્‍ટાગ્રામ ક્‍વીન તરીકે ઓળખાતી રાધિકા હર્ષદભાઇ ધામેચા (ઉ.વ.૨૬) નામની યુવતિએ મોડી રાતે અલગ રહેતાં પિતા હર્ષદભાઇ ધામેચાને ફોન કરી ‘હું હવે ઉપર જાઉ છું’ તેમ કહી ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ઇન્‍સ્‍ટાગ્રામ પર છેતાલીસ હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતી રાધિકા-તોફાની રાધાએ આત્‍મહત્‍યા શા માટે કરી? તેની તપાસ પોલીસ કરી રહી છે. પિતા સહિતના પરિવારજનોએ કહ્યું હતું કે-દિકરી આપઘાત કરે તેવી નહોતી. પોલીસે કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ રાધિકા ધામેચાએ રાતે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભાવેશભાઇએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના એએસઆઇ હીનાબેન મણવર સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.


પિતા હર્ષદભાઇએ જણાવ્‍યું હતું કે દિકરીએ આ પગલુ શા માટે ભર્યુ તેની અમને ખબર નથી. દિકરી મારાથી સાત આઠ વર્ષથી અલગ રહેતી હતી. હર્ષદભાઇએ જણાવ્‍યું હતું કે થોડા દિવસ પહેલા જ દિકરી ગોવા તરફ ફરવા ગઇ હતી. તેણી આપઘાત કરે તેવી નહોતી. રાતે સાડા અગીયાર આસપાસ મને તેણીએ ફોન કર્યો હતો અને ‘હું હવે ઉપર જાઉ છું’ તેમ કહેતાં મેં તેને કંઇ કરતી નહિ, હું આવુ જ છું તેમ કહ્યું હતું અને તેનો ફોન કટ કરી સાધુ વાસવાણી રોડ પરના મારા ઘરેથી દિકરી રાધીકાના ઘરે દસેક મિનીટમાં જ પહોંચી ગયો હતો. પણ ત્‍યાં સુધીમાં તેણીએ ગળાફાંસો ખાઇ લીધો હોઇ નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી. પરંતુ તેનો જીવ બચી શક્‍યો નહોતો. પોલીસે આપઘાતનું કારણ બહાર આવ્‍યું ન હોઇ તપાસ યથાવત રાખી છે.

ઉલ્લેખનિય છે કે રાધિકા ઉર્ફ તોફાની રાધા ઇન્‍સ્‍ટાગ્રામમાં છેતાલીસ હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતી હતી. તો બીજી તરફ અમુક કારણોસર વિવાદમાં પણ રહેતી હોઇ પોલીસ ચોપડે પણ ચડી હતી. બે વર્ષ પહેલા તેણે પોલીસ સ્‍ટેશનમાં બનાવેલી રીલના કારણે પ્ર.નગર પોલીસે અટકાયત કરી માફી મંગાવી હતી. અગાઉ પણ અન્‍ય કારણોસર પોલીસ ચોપડે ચડી હતી. તોફાની રાધાના નામની તેની ઇન્‍સ્‍ટાગ્રામ આઇડીમાં અનેક પ્રકારની તેની રીલ્‍સ, વિડીયો છે જેમાં તે મોજીલુ જીવન જીવતી હોવાની પ્રતીતિ થઇ રહી છે. તો અમુક વિડીયોમાં તે એકદમ બિન્‍દાસ્‍ત બનીને ડાયલોગ બોલી રહેલી તો ક્‍યારેક માતાજીના માંડવામાં પણ પૈસા ઉડાવતી જોવા મળી રહી છે. રોલો પાડતા અનેક વિડીયો રીલ્‍સ તેની આઇડીમાં છે. રાતે આપઘાત કર્યો એ પહેલાના થોડા કલાક અગાઉ તેણે ત્રણ પોસ્‍ટ કરી હતી. આ તેની છેલ્લી પોસ્‍ટ કહી શકાય. તોફાની રાધાની આત્‍મહત્‍યાનું રહસ્‍ય ઉકેલવા પોલીસે તપાસ યથાવત રાખી છે.  દિકરાના આપઘાતથી ધામેચા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. તો સોશિયલ મિડીયા પર તોફાની રાધાના અનેક ચાહકો પણ ઉદાસ થઇ ગયા છે.

Share Article

Other Articles

Previous

શું આજનો દરેક સાક્ષર માણસ મીડિયાને સમજવા માટે અભણ છે ? શું માનવું અને શું ન માનવું તેની સૂઝ-સમજ સમાજ પાસે ક્યારે આવશે ?

Next

રાજકોટ : સમૂહ લગ્નમાં આયોજકો રફુચક્કર, 28 યુગલોના લગ્ન અટકી પડતાં ભારે હોબાળો ; પોલીસે લગ્ન કરાવવાનું બીડું ઝડપ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
8 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
8 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
9 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

દિલ્હીના ન્યાયાધીશે વીડિયોમાં દેખાતા રોકડના ઢગલાને નકાર્યું
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
તિરુમાલા મંદિરના પ્રસાદમાં પ્રાણીની ચરબી વપરાતી હતી
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
અમદાવાદ : નશામાં ધૂત કારચાલકે સાઉથની ફિલ્મ જેમ ગાડી હંકારી બે યુવકોના જીવ લીધા, મનુષ્યવધનો ગુન્હો દાખલ
ક્રાઇમ
6 મહિના પહેલા
Joe Biden Cancer: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઈ ગયું
ઇન્ટરનેશનલ
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર