23 વર્ષીય યુવાનનો સમલૈગિંક એપ મારફત સંપર્ક કરી બસ સ્ટેન્ડ પાસે આવવાનું કહી બાઇકમાં મુંજકા ચોકડી તરફ લઈ જઈ બેલડીએ મારમારી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી : યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી
રાજકોટમાં સમલૈગીંક એપ મારફત યુવકનો સંપર્ક કરી તેને બસ સ્ટેન્ડ પાસે મળવા બોલાવી બાઈકમાં બેસાડીને મુંજકા ચોકડી પાસે લઈ જઈ બે શખસોએ તેને માર મારી ફોન અને રોકડની લૂંટ ચાલવી હતી.યુવક પોતાનો જીવ બચાવી બન્નેના ચુંગલમાંથી ભાગી ગયો હતો અને યુનિવર્સીટી પોલીસમાં ગુનો નોંધાવતા એએસઆઈ એચ.પી.રવિયાએ ગુનો નોંધી લૂંટ ચલાવનાર બેલડીની ધરપકડ કરી છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ ગોકુલધામ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રૂદ્ર ગૌસ્વામી અને રાજદિપ ગૌસ્વામીનું નામ આપતાં જણાવ્યું હતું કે,તે રાજકોટમાં તે મેડીકલ સ્ટોરમાં નોકરી કરે છે.મોબાઈલમા સમલૈગીક સબંધ માટેની હીશે નામની એપ્લિકેશન મારફત ગત તા.20ના તે ગૌસ્વામી રૂદ્રના સંપર્કમા આવ્યો હતો.અને બાદમાં ફોન નંબરની આપ-લે થતા બન્ને વચ્ચે વાતચીત થતી હતી. સાંજના સાડા પાંચેક વાગ્યાની આસપાસ તે નોકરી ઉપર હતો ત્યારે રૂદ્ર ગૌસ્વામીનો ફોન આવ્યો હતો.અને યુવકને બસ સ્ટેન્ડ પાસે મળવા માટે આવવાનું કહ્યું હતું.જેથી યુવાન ત્યાં ગયેલ ત્યારે રૂદ્ર હાજર હતો. તેની સાથે તેનો મીત્ર હાજર હોય અને રુદ્રએ જણાવેલ કે, આ રાજદીપ ગૌસ્વામી મારો મીત્ર છે.
બાદમાં રુદ્ર તેનુ બાઈક ચલાવતો હતો અને યુવકને બન્નેની વચ્ચે બેસાડ્યો હતો.બાઈક લઈ તેઓ કટારીયા ચોકડી થઈને મુંજકા ચોકડી તરફ જતા ખુલ્લું મેદાન પાસે અવાવરું જગ્યાએ લઇ ગયા હતા. અને બાઈક ઉભુ રાખી રાજદિપ કહેવા લાગેલ કે, તું મારા ભાઈને આવા મેસેજ કેમ કરે છે ? બાદમાં બંને ભાઈઓ યુવકને માર મારી તેનો આઈફોન અને પાકીટ લૂંટી લીધું હતું.અને ફરી વાર તેના બાઇકમાં બેસાડીને કટારીયા ચોકડી તરફ જતા હતા ત્યારે બાઇકની સ્પિડ ઓછી થતાં યુવાને બાઈકમાંથી નીચે છલાંગ મારતા નીચે પડી ગયો હતો. જેથી બંને આરોપી બાઈક લઈ નાસી છૂટ્યા હતાં.જેથી યુવકે આ મામલે યુનિવર્સીટી પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે લૂંટ ચલાવનાર બેલડીને દબોચી લીધી છે.