રાજકોટ : ATMમાં રોકડ જમા કરવા આવેલા કેશ ઓફિસરને વાંક વગર બે શખસોએ ફડાકા માર્યા,જાણો શું છે સમગ્ર ઘટના
રાજકોટ શહેરનો ક્રાઇમનો ગ્રાફ હાલ ઉચ્ચ સપાટીએ છે. તેવામાં પોલીસતંત્ર દ્વારા આવારાતત્વો પર ઘોંસ બોલાવવા અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે પરંતુ અસમાજિક તત્વોને જાણે કોઈનો ડરનો હોય તેમ શહેરમાં જાહેરમાં મારામારી, લોકોની પજવણી સહિતની પોતાની આદતો જાણે છૂટતી ન હોય તેવું લાગી રહ્યું છે. વિમલનગરમાં મેઇન રોડ પર જાહેરમાં લોકોને ગાળો ભાંડી રહેલા આવા જ બે શખસોએ ATM માં રોકડ જમા કરવા આવેલા કેશ ઑફિસરને વગર વાંકે ફડાકા ઝીંકી દેતા સમગ્ર મામલો યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ અંગેની વિગતો મુજબ, મૂળ બોટાદના લાલાવદર ગામના વતની અને રાજકોટમાં એરપોર્ટ ફાટક જૈન દેરાસર નજીક “CMS” કેસ મેન્જમેન્ટમાં કેસ ઓફિસર તરીકે ફરજ બજાવતા કુલદીપ હરેશભાઈ મેટડિયાએ બે અજાણ્યા શખસો વિરુધ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બુધવારે સાંજના સાડા છ વાગ્યે આસપાસ તેઓ પોતાની ફરજના ભાગરૂપે વિમલનગર મેઈન રોડ શિવધારા સોસાયટી ચાર રસ્તા ઉપર આવેલા બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં કેસ જમા કરવા માટે આવ્યા હોય ત્યારે તેઓની સાથે કેસ ઓફિસર રાહુલ રાઠોડ, રાણા હતા. દરમિયાન અહીં બે શખ્સો રસ્તા ઉપર નીકળતા વાહન ચાલકોને જાહેરમાં ગાળો ભાંડવતા હોય જેથી આ વાતને અવગણીને તમામ સ્ટાફ પોતાનું કામ પૂરું કરીને ગાડીમાં બેસતો હતો તેવામાં એક શખસે સાથી કર્મચારી રાહુલભાઈને ગાળો દેવા વાનના ડ્રાઇવર અરુણકુમાર નિમાવત અને ગનમેન કનકસિહ લાગ્યો હતો.
આ પણ વાંચો :પ્રિ-વેડિંગ ફોટો શૂટના શોખીનો હવે ચેતજો! વેરાવળના આદરી બીચ પર પ્રિ-વેડિંગ સમયે 5 લોકો તણાયા, યુવતી લાપતા
તેમ છતાં રાહુલભાઈએ સાથી કર્મચારીઓને ગાડીમાં બેસીને અહીંથી જવાનું કહેતા એક શખસે કુલદીપભાઈનો કાંઠલો પકડીને જાહેરમાં ગાળો દેવા લાગ્યો હતો તેવામાં તેની સાથે રહેલા બીજા શખસે “મારી સામે જોવે છે” તેમ કહીને કુલદીપભાઈને ફડાકા ઝીંકી દીધા હતા. દરમિયાન સાથે રહેલા ડ્રાઇવર અને ગનમેન ગાડીમાંથી ઊતરતા બંનેએ તેઓની સાથે પણ ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કુલદીપભાઈએ એક સ્કૂટર જીજે 03 એફ.જે.-1111હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસ આવ્યા બાદ તપાસ કરતાં બંને શખસો મળી આવ્યા ન હતા. ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધી આરોપીઓને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. | પોલીસને ફોન કરતા બંને ભાગી ગયા અને ત્યારે આરોપીઓ પાસે
