એકડા ઘૂંટીને, ચિત્રો દોરીને પાર્કિન્સન પીડિતોના જીવનમાં વિશ્વાસનો રંગ ઘૂંટે છે રાજકોટનું સપોર્ટ ગ્રુપ
11 એપ્રિલ એ વિશ્વ પાર્કિન્સન દિવસ તરીકે ઓળખાય છે. એક પીડિત સાથે તેનો પરિવાર પણ આ પીડા અનુભવે છે ત્યારે રાજકોટમાં 10 વર્ષથી પાર્કિન્સનના પીડિતો માટે સપોર્ટ ગ્રુપ કાર્યરત છે. દર્દીઓને એકડો ઘૂંટીને, ચિત્રો દોરીને તેમના જીવનમાં વિશ્વાસનો રંગ ઘૂંટ છે. હાલમાં બિશપ હાઉસમાં આવેલા નવજીવન ટ્રસ્ટમાં બી.કે. પારેખ પાર્કિન્સન ડીસીઝ એન્ડ મૂવમેન્ટ સોસાયટી કાર્યરત છે.
પાર્કિન્સન રોગ (પી.ડી.)ના શારીરિક લક્ષણો પર જ નહીં, પરંતુ ધ્રુજારી, જડતા અને ધીમી ગતિશીલતા દ્વારા થતી માનસિક અસરો પર પણ કેન્દ્રિત કરવું જોઈએ. ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર તરીકે, પી.ડી. મુખ્યત્વે હલનચલનને અસર કરે છે, પરંતુ તેની અસર ઘણી આગળ વધે છે, જે આ સ્થિતિ સાથે જીવતા લોકોના માનસિક અને ભાવનાત્મક સ્વસ્થતાને સ્પર્શે છે. જ્યારે તબીબી સારવાર શારીરિક લક્ષણોને લક્ષ્ય બનાવે છે, ત્યારે મનોવૈજ્ઞાનિક મોરચે એક સમાન મહત્વપૂર્ણ લડાઈ લડવાની છે.
પાર્કિન્સન રોગ ધરાવતા લોકો ચિતા,હતાશા, જ્ઞાનાત્મક મુશ્કેલીઓ અને ભાવનાત્મક ફેરફારો જેવા મનોવૈજ્ઞાનિક લક્ષણો અનુભવતા હોય છે. આ લક્ષણો ઘણીવાર મોટર ચિહ્નો દેખાય તે પહેલાં જ શરૂ થાય છે, અને સમય જતાં તે વધુ ખરાબ થવાનું વલણ ધરાવે છે. હતાશા, લાચારી અને ભયની લાગણીઓ થઈ શકે છે, જે સામાજિક એકલતા જેવા પડકારો તરફ દોરી જાય છે.
આ વિશે ક્લબના ઓર્ગેનાઈઝર જે. ડી. પરમાર કહે છે કે, શારીરિક પ્રવૃત્તિમાં જોડાવાથી એન્ડોર્ફિનનું ઉત્પાદન વધે છે, મગજના “ફીલ-ગુડ” રસાયણો, જે મૂડ સુધારવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તે મગજની પ્લાસ્ટિસિટીમાં પણ વધારો કરે છે અને એકંદરે મગજના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. ટૂંકમાં, માનસિક સ્વાસ્થ્ય માટે શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે. શારીરિક પ્રવૃત્તિ ફક્ત લક્ષણોનું સંચાલન કરવાનો એક માર્ગ નથી – તે માનસિક સ્વાસ્થ્ય જાળવવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે પાર્કિન્સન રોગથી પીડાતા આપણા પ્રિયજનોને વધુ વ્યસ્ત રહેવા અને તેઓ શું કરી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરવા વિશે છે.
600થી વધુ સેશન, 300 લોકોએ સેવાનો લાભ લીધો
ડો.નમ્રતા ચાવડા જે આ એનજીઓમાં લાંબા સમયથી જોડાયેલા છે. જેઓ ફિઝિયોથેરાપીસ્ટ છે તે જણાવે છે કે, (બળવંત કે પારેખ પાર્કિન્સન ડિસીઝ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી) એનજીઓ સંસ્થા છે જે પાર્કિન્સન પીડિતો માટે કાર્યરત છે. ગ્રુપ થેરાપિ સેશન દ્વારા જુદી જુદી સારવાર તો કરે જ છે. પરંતુ સાથે સાથે દર્દી અને તેમના સગાવહાલા ઓ ને રોગ વિષે માહિતી આપી માનસિક પ્રોત્સાહન પણ આપે છે. બીકેપીપીડીએમડીએસ દ્વારા રાજકોટ માં પાર્કિન્સન સપોર્ટગ્રુપ છેલ્લા 10 વર્ષ થી કાર્યરત છે આજ સુધી માં ૩૦૦ થી વધુ લોકો જોડાઈ વિનામૂલ્યે મળતી આ સેવા નો લાભ લઈ ચુક્યા છે.અત્યાર સુધી 600થી પણ વધુ સેશન થયા છે. બીકેપીપીડીએમડીએસ પાર્કિન્સન્સના દર્દીઓને રોગ (પીડી)ના લક્ષણોનું અસરકારક રીતે સંચાલન કરવા માટે ગ્રુપ થેરાપિય સેશન દ્વારા માર્ગદર્શન પૂરું પાડે છે. આ સેશનમાં ફિઝિયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી, સ્પીચ થેરાપી, આહાર અને પોષણ, યોગ, શૈક્ષણિક અને જ્ઞાનાત્મક તાલીમ, કલા અને નૃત્ય થેરાપી વિગેરેનો સમાવેશ થાય છે. સપોર્ટ ગ્રુપ સભ્યોને ભાવનાત્મક અને સામાજિક સમર્થન પણ આપે છે. આ ઉપરાંત મેડિકલ પ્રોફેશનલ દ્વારા સ્પેશ્યલ સેશન, તહેવારો ની ઉજવણી, પિકનિક અને સેશન માં આવવા જવા ટ્રાન્સપોર્ટ ની સેવા પણ આપવામાં આવે છે.