રાજકોટ : સમૂહ લગ્નમાં આયોજકો રફુચક્કર, 28 યુગલોના લગ્ન અટકી પડતાં ભારે હોબાળો ; પોલીસે લગ્ન કરાવવાનું બીડું ઝડપ્યું
રાજકોટમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં સમૂહલગ્નમાં છેલ્લી ઘડી આયોજકો ફરાર થઈ જતાં મામલો ઉગ્ર બન્યો હતો. દુલ્હા-દુલ્હનના પરિવાર દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. 28 યુગલો પ્રભુતામાં પગલાં માંડવાના હતા ત્યારે આયોજકો ફરાર થઈ જતાં જોવા જેવી થઈ હતી. દુલ્હન રડી પડી હતી ત્યારે ઘટના જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો તેમજ પોલીસ અને બ્રાહ્મણોએ 28 યુગલોના લગ્ન કરાવવાનું પણ બીડું ઝડપ્યું હતું.
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના રેલનગરની છે જ્યાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે ઋષિવંશી સમાજમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં જોવાજેવી થઈ હતી. 28 દુલ્હા-દુલ્હન અને પરિવારજનો તૈયાર હતા પરંતુ છેલ્લી ઘડીએ આયોજકો ફરાર થઈ જતાં લગ્ન અટકી પડ્યા હતા.
કડક કાર્યવાહીની માંગ
સમૂહલગ્નના આયોજકો ફરાર થઈ જતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે વર પક્ષ અને કન્યા પક્ષના લોકોએ આકોરા ઠાલવતા જણાવ્યું હતું કે, ક્યારના હેરાન થઈ રહ્યા છે. કલેકટર અને સૌપીને જવાબ આપવા જ પડશે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. કોઈ પાસેથી 30 વ્રજાર તો કોઈ પાસેથી 40 હજાર રૂપિયા પડાવવામાં આવ્યા છે.
મેયર ઘટનાસ્થળે દોડી ગયા
ઘટનાની જાણ થતા જ રાજકોટના મેયર નયનાબેન પણ દોડી ગયા છે. જોકે, મેચર લોકોનો રજૂઆત સાંભળ્યા વગર જ જતા જોવા મળ્યા હતા. આથી લોકોએ તેની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ આયોજકો હાય હાય અને કાર્યકરો હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. જાનૈયાઓએ જણાવ્યું હતું કે, અમે અહીં વહેલી સવારના પાંચ વાગ્યાના આવી ગયા છીએ. અમને કહેવામાં આવ્યું હતું કે, તમે સવારે પાંચ વાગ્યે આવી જાવ. તમને બધાને બપોરે એક વાગ્યે છૂટા કરી દઈશું. પાણ સવારે 7 વાગ્યો તેઓ કરાર થઈ ગયા છે.
વશરામ સગઠિયા ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં સમૂહલગ્નમાં આયોજકો રફુચક્કર થયા બાદ વશરામ સગઠિયા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ દીકરીઓને મદદ કરવાની સંપૂર્ણ તૈયારી દર્શાવી હતી.
દરેક વરરાજાના અને દરેક કન્યાદીઠ 50 હજાર રૂપિયા લીધા
લોકોએ વધુમા જણાવ્યું હતું કે, અમારી પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવવામા આવ્યા હતાં અને એન.વી ઈવેન્ટ ગ્રુપ નામથી રસીદ પણ આપવામાં આવી હતી. આયોજકોમાં ચંદ્રેરાભાઈ છત્રોલા, દિલીપભાઈ ગોહેલ, દિપકભાઈ છે. દોઢેક કરોડનું કૌભાંડ કર્યું છે. ત્યારે ઘટના જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો તેમજ પોલીસ અને બ્રાહ્મણોએ 28 યુગલોના લગ્ન કરાવવાનું પણ બીડું ઝડપ્યું હતું અને રાજકોટ પોલીસે અટકેલાં લગ્ન ફરી શરૂ કરાવ્યા હતા.