રાજકોટ : માથું ભમી જાય તેવો કીમિયો વાપરી દારૂની હેરાફેરી…!! જુઓ વિડીયો
દારૂની હેરાફેરી સામે પોલીસે લાલઆંખ કરતાંની સાથે જ બૂટલેગરો અવનવા કીમિયા અખત્યાર થઈ ગયો છે ત્યારે આવો જ એક નવતર કીમિયો કે જે જોઈ માથું ભમી જાય તેને અપનાવી બૂટલેગરે દારૂનો જથ્થો વાપીથી રાજકોટ રવાના કર્યો હતો પરંતુ તેની જે-તે જગ્યાએ ‘ડિલિવરી’ થાય તે પહેલાં જ પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી) એ ત્રાટકીને કબજે કરી લીધો હતો.
પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.હુણ, કિરતસિંહ ઝાલા, વાલજી જાડા સહિતની ટીમે ગ્રીનલેન્ડ ચોકડીથી માર્કેટિંગ યાર્ડ તરફ જવાના રસ્તે મોબાઈલ ટી-સ્ટોલ પહેલાં સર્વિસ રોડ ઉપરથી તીર્થ ટ્રાવેલ્સની બસમાં વાપીથી રાજકોટ મોકલાયેલી દારૂની ૨૪૭૨ બોટલ તેમજ તેને જેમાં ભરવાની હતી તે છોટા હાથી સહિત ૭.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દારૂ લોખંડની ઈલેક્ટ્રિક પેનલના બોક્સમાં વ્યવસ્થિત રીતે કવરિંગ કરીને રવાના કરવામાં આવી હતી જેથી એક તબક્કે | તો કોઈને ખ્યાલ સુદ્ધા ન આવે. જો કે પોલીસે બારિકાઈથી પેનલ બોક્સ ખોલીને જોતાં એક બાદ એક દારૂની બોટલ અને ‘ચપલા’ મળવા લાગ્યા હતા ! આ દારૂ કોણે મંગાવ્યો હતો તેનો હજુ ખુલાસો થયો ન્હોતો પરંતુ છોટાહાથીના નંબરના આધારે દારૂનો જથ્થો લેવા આવનાર શખ્સની શોધખોળ હાથ ધરાઈ હતી.