રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગની દુર્ઘટના ઘટી હતી. જેમા મૃતઆંક વધીને 32 પર પહોંચ્યો છે. આ કેસમાં હવે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ક્યારે આ મામલે એક મોટો ખુલાસો થયો છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના નાના મહુવા રોડ પર જે ગેમ્સ ચાલતું હતું તેમાં પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું.ગેમ્સ ઝોનના માલિકો ‘મોતનું ફોર્મ’ ભરાવતા હતા.જે લોકો ગેમ્સ રમવા આવતા હતા તેમની પાસે પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું. આ ફોર્મની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે-જો કોઈને ઇજાઓ કે કોઈનું મોત થાય છે તો ગેમ્સ જવાબદાર રહેશે નહીં.
તમે કોઈપણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી ગેમ્સ ઝોનના સંચાલકની રહેશે નહીં. પહેલેથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવી લેવામાં આવતા હતા. આ ફોર્મ કેટલા અંશે યોગ્ય છે કારણ કે કાલની જે ઘટના બની તે બાદ જવાબદાર માં આવેલા લોકોને ગણવા કે ગેમ ઝોનના માલિકો અને તંત્રને ગણવા !!
છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો
આ આગકાંડ મામલે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ કેસમાં ipc 304, 308, 337, 338 અને 114 ની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. હવે તાલુકા પોલીસ આરોપીઓની વિધિવત ધરપકડ કરશે.