રાજકોટ : વેપારી-તેના ભાઈ-ભાભીના દાગીના-રોકડ લઈને ભાગેલો ભત્રીજો પ્રેમિકા સાથે પકડાયો
કોલકત્તાથી પકડી પાડતી રૂરલ એલસીબી: 10 દિવસથી કોલકત્તાની હોટેલમાં જ રોકાયો’તો: 41.90 લાખના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે
રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્કમાં ‘પામ યુનિવર્સ’માં રહેતા વેપારી અને તેમના ભાઈ-ભાભીના દાગીના તેમજ રોકડ લઈને દસ દિવસ પહેલાં ફરાર થઈ ગયેલો ભત્રીજો તેની પ્રેમિકા સાથે કોલકત્તામાંથી પકડાયો હતો.
રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ સહિતના સ્ટાફે કોલકત્તાની હોટેલમાં ત્રાટકીને તારક અશોકભાઈ લાલાણીની 41.90 લાખની કિંમતના વરેણા સહિતના મુદ્દામાલ સાથે ધરપડ કરી. હતી. તારકે ગત 21 માર્ચે રાજકોટના પામ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પૂજા એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતાં પરેશભાઈ જમનાદાસ લાલાણી અને તેમના ભાઈ અશોકભાઈ લાલાણીની ભાગીદારી પેઢીમાંથી એક લાખની રોકડ તેમજ અશોકભાઈ અને તેમના પત્નીના બેન્ક લોકરમાં રહેલા ૪૦ લાખના સોનાના ઘરેણા ખોટી સહીના આધારે ઉપાડી લઈ ફરાર થઈ ગયાની ફરિયાદ ગોંડલ બી-ડિવિઝન પોલીસ
ખુલ્યું હતું કે તે પરિવારજનો સાથે જ છેતરપિંડી કરીને પ્રેમિકા સાપે કોલકત્તા ભાગી આવ્યો હતો અને અહીં હોટેલમાં રોકાઈ ગયો હતો. જો કે પોલીસ પહોંચી ત્યારે તેની પ્રેમિકા હાથમાં આવી ન્હોતી. પોલીસે તારક પાસેથી 41.90 લાખની કિંમતના દાગીના સહિત કુલ 42.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મથકમાં નોંધાઈ હતી. આ ફરિયાદ નોંધાતાં જ પોલીસે તારકની શોધખોળ હાથ ધરતાં તે કોલકત્તાની હોટેલમાં છુપાયો હોવાની માહિતી મળતાં જ ત્યાં દોડી જઈને તારકને પકડી પાડયો હતો. તારકની પૂછપરછમાં
અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે જ્યારે આ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ત્યારે કરિયાદી પરેશ લાલાણી દ્વારા 20 લાખના દાગીના જ લોકરમાંથી ઉપડયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જ્યાં જ્યારે બાકીના ધરેણા અશોકભાઈ પાસે હશે તેવું માન્યું હતું પરંતુ તપાસ કરતાં એ પરેણા પણ લોકરમાંથી તારકે ઉપાડી લીધા હોવાનું ધ્યાન પર આવતાં ગયેલા ઘરેણાની કિંમત 20 લાખની જગ્યાએ 41.90 લાખ થઈ જવા પામી હતી !