રાજકોટ એરપોર્ટની એક માત્ર એર ટ્રાફિક કંટ્રોલર પ્રીતિ સિંઘ : બાળપણમાં વિમાનો બહુ ગમતાં તો વિમાનનો કંટ્રોલ જ હાથમાં લઈ લીધો
આકાશી ઉડાનમાં મહિલાઓની ખૂબ ઓછી ત્યારે પ્રીતિએ નાની ઉંમરે સફળતાના આસમાને
આંખનાં પલકારા પણ ન મારી શકે એવી પડકારજનક જવાબદારી અનેક માટે પ્રેરક
બાળપણથી જ મને વિમાનો ખૂબ ગમતાં… મારા ઘર પરથી કોઈ હેલિકોપ્ટર પસાર થાય તો હું એ જોવા બહાર દોડી જતી હતી,ત્યારે મને આશ્ચર્ય થતું કે આટલી મોટી ભારે વસ્તુ કઈ રીતે ઉડી શકે…? બસ, આ જવાબ જાણવાની જીજ્ઞાસાએ મને એ ઉડ્ડયન સુધીની ઉડાન કરાવી છે….આ વાત છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના એટીસીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતાં પ્રીતિ સિંઘની…
આજકાલ મહિલાઓએ એરસ્પેસ સુધી ઉડાન ભરી છે,જ્યારે ફલાઈટ ઓપરેશન માટે સૌથી પડકારજનક કામ છે એર ટ્રાફિક કંટ્રોલરનું, કોઈપણ એક શહેરથી બીજા શહેર સુધી જ્યારે ફ્લાઈટ તેના નેવિગેશન રૂટ પર હોય છે ત્યારે આંખના પલકારા માર્યા વગર એર ટ્રાફિક કંટ્રોલરે જવાબદારી નિભાવવાની હોય છે,પાયલોટ પણ જેના પર આધાર રાખે છે એવાં આ ચેલેન્જબલ ફિલ્ડમાં ખાસ કરીને મહિલાઓ ઓછી આવે છે.
જ્યારે રાજકોટ એરપોર્ટના એટીસીમાં ફરજ બજાવતાં પ્રીતિ સિંઘ સાડા આઠ વર્ષથી આભની ઉડાન ભરતાં વિમાનને કંટ્રોલ કરે છે. રાજકોટ એરપોર્ટ અગાઉ તેમનું પોસ્ટિંગ વારાણસી એરપોર્ટ પર હતું.2 વર્ષ રાજકોટ એટીસીમાં કામ કરી રહ્યા છે.
એર ટ્રાફિક કંટ્રોલરનું કામ ધીરજ અને કાબેલિયત માંગી લે તેવું છે,આ તાકાત છે એક મહિલાની…વુમન્સ ડે નિમિતે દેશની આવી પ્રેરણાદાયી મહિલાઓને ખાસ શુભેચ્છાઓ….
ઘર-પરિવાર સાથે ઉડ્ડયનમાં પણ મહિલાઓનું સફળ સંચાલન:ATC
ATC GUILD એટીસીમાં ફરજ બજાવતી મહિલા ટ્રાફિક કંટ્રોલર માટે ગર્વ અનુભવતા મહિલા દિવસ નિમિત્તે ખાસ સંદેશ પાઠવ્યો હતો કે ઘર અને પરિવાર સાથે ઉડ્ડયનક્ષેત્રમાં પણ મહિલાઓ સફળતાપૂર્વક સંચાલન સાથે સંકલન કરી રહી છે. આકાશી ઉડાનને સુરક્ષિત રાખવામાં મહિલા કન્ટ્રોલરનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.જેના માટે એટીસી ગિલ્ડ આભાર માની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુભકામના પાઠવી હતી.