રાજકોટ એરપોર્ટનાં ડાયરેક્ટરની બદલીનાં ભણકારા: ટર્મિનલ અને ATCમાં અધિકારીઓની બદલી
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનાં ડાયરેક્ટરની બદલીનાં ભણકારા વાગી રહ્યા છે.એરપોર્ટ ઓથોરિટી રાજકોટનાં વિવિધ વિભાગોમાં અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. જેમાં ટર્મિનલ મેનેજર અરવિંદ ખીચીને પ્રમોશન સાથે ઉદેપુર એરપોર્ટ પર પોસ્ટિંગ થયું છે.
આ પણ વાંચો : ચોમાસાની બદલાયેલી પેટર્ન : રાજકોટ સહિત 4 શહેરોમાં સાત દિવસમાં જ વરસ્યો સિઝનનો અડધો વરસાદ
આ ઉપરાંત એર ટ્રાફિક કન્ટ્રોલ વિભાગમાં સૌથી વધુ અધિકારીઓની બદલીના ઓર્ડરો થયા છે.જેમાં એટીસી ઇન્ચાર્જ નીરજ કુમાર,મનીષકુમાર,અભિષેક શ્રીવાસ્તવ,મનોજ કુમાર,પ્રીતિ સિંઘ સહિત અધિકારીઓની બદલી થતાં તેઓ ટૂંક સમયમાં રાજકોટનો ચાર્જ છોડશે.
આ પણ વાંચો : રાજ્યમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાના દાયરામાં : ખોટા NFSA રેશનકાર્ડ ધારકોને નોટિસ ફ્ટકારવાની જવાબદારી પરવાનેદારોને સોંપતા ભારે વિરોધ
જ્યારે દિલ્હી અને ચેન્નાઈથી નવા અધિકારીઓ રાજકોટ એરપોર્ટ પર ચાર્જ લેશે.સુત્રોમાંથી મળતી વિગત મુજબ ડાયરેકટર દિગંત બોરાહને પણ આશરે 5 વર્ષ જેવો સમય રાજકોટ એરપોર્ટ પર થઈ ગયો છે.જેમની બદલી પણ ટૂંક સમયમાં આવી રહી છે.જાણવા મળતી વિગત અનુસાર તિરુપતિ એરપોર્ટ પર તેમને નવું પોસ્ટિંગ અપાયાનું ચર્ચાઈ રહ્યુ છે.
