લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા શરૂ થઈ ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી સંસદીય દળના અધ્યક્ષ સોનિય ગાંધીએ બિલ પર ગૃહમાં સંબોધન કર્યું હતું .
લોકસભામાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે હું મહિલા અનામત બિલનું સમર્થન કરુ છું. આ મારા જીવનનો સૌથી માર્મિક સમય છે. મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ બિલ રાજીવ ગાંધી દ્વારા લાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી આ બિલને સમર્થન આપી રહી છે અને આ બિલ પાસ થશે તો રાજીવ ગાંધીનું સપનું પરુ થશે.
સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે જો બિલ પાસ કરીને અમલમાં લાવવામાં વિલંબ થશે તો મહિલાઓ સાથે અન્યાય થશે. અમારી માગ છે કે વહેલા તે પહેલાના ધોરણે આ બિલને મંજૂરી આપવામાં આવે. આ સાથે જ સોનિયા ગાંધીએ જાતિ આધારિત વસતી ગણતરીની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે SC/STની સાથે OBC વર્ગની મહિલાઓને પણ અનામતનો લાભ મળવો જોઇએ.