વડોદરાના અંકલેશ્વર-ભરૂચ સ્ટેશનોનો ટ્રેક પાણીમાં ગરકાવ
ગુજરાત લાંબા સમય બાદ ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાત રેલવે વ્યહારને અસર થઇ હતી. રાજકોટ રેલ્વે ડીવીઝનની કેટલીક ટ્રેન રદ કરવામાં આવી હતી.વરસાદને કારણે રેલ વ્યવહારને અસર થતા ભાવનગર-રાજકોટ ડિવિઝનની ટ્રેનોને અસર પડતા મુસાફરો રઝળ્યા હતા.
ભારે વરસાદના કારણે દાહોદના અમરગઢ પાસે લેન્ડ સ્લાઈડ થતા 11 સુપર ફાસ્ટ ટ્રેનો ડાયવર્ટ થઈ હતી. 9 જેટલી ટ્રેનો રદ અને 4 જેટલી ટ્રેન ટર્મીનેટ થઈ છે. ભારે વરસાદથી રેલ વ્યવહાર ખોરવાયો હતો. જેમાં ગોધરા-રતલામ સેકશનમાં એક તરફનો ટ્રેક બંધ થયો હતો. જયારે વડોદરા રેલવે ડિવિઝનમાં ભરૂચ-અંકલેશ્ર્વર સેકશનમાં પાણી ભરાતા ટ્રેન નં.12931 મુંબઈ-સેન્ટ્રલ અમદાવાદ ડબલ ડેકર એકસપ્રેસ ટ્રેન પ્રભાવીત થઈ હતી. રાજકોટ ડિવિઝનની વેરાવળ-જબલપુર ડાયવર્ટ કરવામાં આવી છે. અમદાવાદ ડિવિઝનની 12 ટ્રેનો પ્રભાવીત થઈ છે.
ભારે વરસાદને કારણે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે. જેના કારણે રાજકોટ ડિવિઝન થી પસાર થનારી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. રાજકોટ રેલ્વે ડીવીઝનની દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર,બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા રદ કરાઈ હતી.જયારે હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને અમદાવાદ સ્ટેશનથી જયારે પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ને વિરમગામ સ્ટેશનથી ટર્મિનેટ કરવામાં આવી હતી.