Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટેરિફ અને ચીનના મુદ્દા પર રાહુલ ગાંધીએ સરકાર પર લગાવ્યો આ આરોપ, ભાજપે આપ્યો વળતો જવાબ

Thu, April 3 2025

કોંગ્રેસના સિનિયર નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 27 ટકા ટેરિફનો મુદ્દો ઉછાળ્યો હતો અને ચીન દ્વારા ભારતની મોટી ભૂમિ હડપ કરી લેવાઈ છે અને સરકાર ચૂપ છે તેવા મુદ્દા ઊભા કર્યા હતા. તેમણે સરકારને સવાલ પૂછ્યો છે કે, તેઓ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પર શું પ્રતિક્રિયા આપવાના છે?

રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યું છે કે, અમેરિકાએ ભારત પર ટેરિફ લાદ્યો છે. જેનાથી દેશની અર્થવ્યવસ્થા પર અસર થશે. સરકારે હવે જણાવવાનું રહેશે કે, ટેરિફ મુદ્દે અંતે તેઓ શું નિર્ણય લેવા જઈ રહ્યા છે? વધુમાં ચીન વિવાદ પર પણ એક્શન વિશે જણાવવા કહ્યું હતું. ચીનને 44000 વર્ગ કિમી જમીન આપી દીધી હોવાનો આરોપ પણ એમણે લગાવ્યો હતો.

રાહુલ ગાંધીએ ટેરિફ ઉપરાંત ચીન વિવાદ પર આકરો રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, ભારતની જમીન પર ચીન કેમ કબજો કરી રહ્યું છે. દેશની જમીન પરત લેવી જોઈએ. ચીન ગેરકાયદે ભારતની જમીન હડપી રહ્યું છે. તેના પર સરકાર શું કામ કરી રહી છે. વધુમાં ચીનના દૂતાવાસમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રીની મુલાકાત પર પણ આક્ષેપ કર્યો હતો કે, શું ચીનના દૂતાવાસમાં આપણા સૈનિકોની શહીદીની કેક કાપવા ગયા હતા વિક્રમ મિસ્રી ?

રાહુલ ગાંધીએ ચીનના કબજા મુદ્દે સવાલ કર્યો કે, તમે 44000 વર્ગ કિમી જમીન ચીનને આપી દીધી. એક વખત ઇન્દિરા ગાંધીને કોઈએ પૂછ્યું હતું કે, વિદેશ નીતિ મુદ્દે તમારું વલણ લેફ્ટ હશે કે રાઇટ, પણ હવે તો ભાજપ અને આરએસએસ સીધે-સીધો (નતમસ્તક) ઝૂક્યો છે.

કેટલાક લોકો ચીન સાથે મળી આરોપ મૂકે છે; ભાજપનો વળતો જવાબ

દરમિયાનમાં લોકસભામાં રાહુલ ગાંધીએ ચીનના મુદ્દા પર સરકારને ઘેરી ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો અને મંત્રી અનુરાગ ઠાકુરે તરત જ વળતો જવાબ આપીને કહ્યું હતું કે આપણી એક ઇંચ જમીન પણ કોઈના કબજામાં નથી પણ કેટલાક લોકો ચીન સાથે મળી જઈને ભારત પર આવા આરોપ લગાવે છે . કોંગ્રેસના જમાનામાં ચીન અંદર સુધી આવી ગયું હતું. તેના માટે કોંગ્રેસની સરકારો જ જવાબદાર છે .

Share Article

Other Articles

Previous

બ્રેકઅપ બાદ દુષ્કર્મનો આરોપ લગાવવો યોગ્ય નથી !! કોઈ એક જ પક્ષની દલીલ સાંભળીને નિર્ણય ન લેવો : સુપ્રીમ કોર્ટ

Next

સરકારે બળજબરીથી વક્ફ બિલ પાસ કરાવ્યું : સોનિયા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
14 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
14 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
14 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
14 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

નાણાકીય ગોટાળા અંગેના કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? વાંચો
નેશનલ
9 મહિના પહેલા
ઈરાન અને ઇઝરાયેલ દ્વારા સામસામે હુમલાની અપાઈ ધમકી, યુદ્ધ વધુ ખૂંખાર બનવાના એંધાણ
Breaking
8 મહિના પહેલા
બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે અત્યાચારનો મુદ્દો મોદી સરકાર આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવે, કોઈપણ હિંસાનો શિકાર થવો ન જોઈએ, અખિલેશ યાદવનું નિવેદન
Breaking
10 મહિના પહેલા
પીએમ મોદી આજે 3 રાજ્યોના પ્રવાસે : મધ્યપ્રદેશ બાદ બિહાર અને આસામ જશે, ખેડૂતોના ખાતામાં જમા કરશે કિસાન નિધિનો 19મો હપ્તો
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર