પાકિસ્તાનના હુમલામાં અનાથ થયેલા 22 બાળકોને રાહુલ ગાંધીએ લીધા દત્તક : ગ્રેજ્યુએશન સુધીના શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પુંછમાં પાકિસ્તાની ગોળીબારમાં માતા-પિતા અથવા કમાનાર વ્યક્તિ ગુમાવનાર 22 બાળકોને દત્તક લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ બાળકોના શિક્ષણનો ખર્ચ ગ્રેજ્યુએશન સુધી રાહુલ ગાંધી ઉપાડશે. આ આર્થિક સહાયનો પહેલો હપ્તો 30 જુલાઈ, 2025ના રોજ રિલીઝ થશે તેમ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ તારિક હમીદ કર્રાએ જણાવ્યું હતું.
While Modi ji delivers speeches, Rahul Gandhi ji delivers hope.
— Bomma Maheshkumar goud (@Bmaheshgoud6666) July 29, 2025
22 innocent children orphaned by cross-border violence in Poonch aren’t just a tragic headline for Shri Rahul Gandhi ji…they are his responsibility.
He didn’t seek cameras or TRPs.
He offered education, dignity,… pic.twitter.com/UzSVFmTWs1
ભારતના ઓપરેશન સિંદૂરના જવાબમાં પાકિસ્તાને 7થી 10 મે, 2025 દરમિયાન કરેલા ગોળીબારમાં પુંછમાં 13 સહિત કુલ 28 નાગરિકોના મોત થયા હતા અને 70થી વધુ લોકો ઘાયલ થયા હતા. રાહુલ ગાંધીએ 24 મે, 2025ના રોજ પુંછની મુલાકાત લઈ અને પીડિત પરિવારો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને શિક્ષણ પર ધ્યાન આપવા પ્રોત્સાહન આપ્યું હતું. આ દરમિયાન તેમણે એક સ્કૂલની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ગોળીબારમાં આયન, અરૂબા અને વિહાન ભાર્ગવ નામના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા.
આ પણ વાંચો : અનુપમાએ એવી રીતે કર્યું તુલસીનું સ્વાગત કે ટ્રોલરને મળી ગયો જવાબ, આજથી શરૂ થશે તમારી ફેવરિટ સિરિયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’
તારિક હમીદના જણાવ્યા મુજબ આ દત્તક યોજના હેઠળ, બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય આપવામાં આવશે. લાભાર્થીઓની ઓળખ માટે સર્વે કરવામાં આવ્યો છે, જેની સરકારી રેકોર્ડ સાથે ચકાસણી કરવામાં આવી છે.તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં આ બાળકોની સંખ્યા વધી શકે છે. સ્થાનિક ધારાસભ્ય ઇફ્તિખાર અહેમદે આ પગલાને દયાળુ અને સંવેદનશીલ ગણાવ્યું હતું.