IPLનો સૌથી ‘સસ્તો’ કેપ્ટન બન્યો રહાણે : જાણો KKRએ કેટલી કિંમત ચૂકવી
આઈપીએલ-૨૦૨૫ પહેલાં કોલકત્તા નાઈટ રાઈડર્સે પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. તેણે અજિંક્ય રહાણેને ટીમનો કેપ્ટન બનાવ્યો છે જ્યારે વેંકટેશ અય્યરને વાઈસ કેપ્ટન બનાવાયો છે. રહાણે કેકેઆરનો નવમો કેપ્ટન છે. તેના પહેલાં સૌરવ ગાંગૂલી (૨૭ મેચ), બ્રેન્ડન મેક્કયુલમ (૧૩ મેચ), ગૌતમ ગંભીર (૧૨૨ મેચ), જૈક્સ કેલિસ (બે મેચ), દિનેશ કાર્તિક (૩૭ મેચ), ઈયોન મોર્ગન (૨૪ મેચ), શ્રેયસ અય્યર (૨૯ મેચ) અને નીતિશ રાણા (૧૪ મેચ) કમાન સંભાળી ચૂક્યા છે.
રહાણે પાછલી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમ્યો હતો. ફ્રેન્ચાઈઝીએ આ વખતે તેને છૂટો કર્યો હતો આવામાં આઈપીએલ-૨૦૨૫ના મેગા ઑક્શનમાં ફ્રેન્ચાઈઝીએ રહાણેને તેની મુળ કિંમત ૧.૫૦ કરોડમાં ખરીદ કર્યો હતો. જ્યારે વેંકટેશન અય્યરને ૨૩.૭૫ કરોડમાં ખરીદ કર્યો હતો.
આ સિઝનના ત્રીજા સૌથી મોંઘા ખેલાડી વેંકટેશ અય્યર (23.75 કરોડ) ને KKRએ વાઈસ કેપ્ટન બનાવ્યો છે. જોકે, બધાને અપેક્ષા હતી કે તેને કેપ્ટન બનાવવામાં આવશે. પરંતુ અંતે કપ્તાન તરીકે રહાણેએ બાજી મારી હતી.