ગાંધી જયંતી ઉપર ગાંધીને ગાળો, ગોડસેનું પૂજન
ભારતનો ઇતિહાસ બદલવાનું અને ભારતની આઝાદીમાં કોંગ્રેસ અને ગાંધીજીના પ્રદાનને ભૂંસી નાખવાના લાંબા સમયથી ચાલતું સુનિયોજિત રાષ્ટ્રીય અભિયાન’ રંગ’ પકડી રહ્યું છે. ગાંધી જયંતીના પવિત્ર દિવસે X (ટ્વીટર) સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ગાંધીજીને ગાળો ભાંડતી પોસ્ટથી ઉભરાઈ ગયા.’ નથુરામ ગોડસે અમર રહો ‘, ‘ ગોડસે જિંદાબાદ’ અને ‘ટકલે કી આત્મા અમર રહે ‘ જેવા હેશ ટેગ હેઠળ હજારો લોકોએ ગાંધીજીની હત્યા કરવા બદલ ગોડસેનો આભાર માન્યો. ગાંધીજીની ઠેકડી ઉડાવતા હજારો અભદ્ર મિમ્સ બન્યા. બે યુવતીઓના ખભે હાથ રાખીને ચાલતા બાપુની તસ્વીર સાથે તેમને પ્લેબોય વાસનાંધ, લંપટ અને ચારિત્રહીન ગણાવવામાં આવ્યા. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગાંધી વંદના કરતા હતા ત્યારે હજારો લોકો બાપુની હત્યાનો જશન મનાવી રહ્યા હતા.નવા ભારતમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિના માપદંડ ફરી ગયા છે. દેશભક્તિ સાબિત કરવા માટે હવે ગાંધીજી વિષે ઘસાતું લખવું,એમને ગાળો ભાંડવી, એમને બદનામ કરવા,એમની પ્રતિભાનું હનન કરવું એ કદાચ ફરજીયાત બની રહ્યું છે. એક એવી કટ્ટર જમાત ઊભી થઈ ગઈ છે જેના માટે ગાંધી દેશદ્રોહી અને ગોડસે રાષ્ટ્ર ભક્ત છે. જેમના માટે ગાંધી હિન્દુઓના હત્યારા, મુસ્લિમોના મસિહા અને ગોડસે હિન્દુઓના તારણહાર છે. દેશ ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે.
મનોજ શર્મા: અગર ગોડસે કી ગોલી ઉતરી ના હોતી ગાંધી કે સીને મેં, આજ હર હિન્દુ પડતા હોતા નમાઝ મક્કા મદીને મે
મહારાજ ધ કિંગ: તેણે ભારતને બે ભાગમાં વહેંચી દીધો. તેને ભારતનો ડિવાઈડર કેવો જોઈએ. તેણે પાકિસ્તાનને જન્મ આપ્યો. તે પાકિસ્તાન નો રાષ્ટ્રપિતા છે ભારતનો નહીં.
શૈલેષ: ભારતના બનાવટી હિન્દુ ,જેહાદી પરસ્ત, લાખો હિન્દુઓની લાશો ઉપર મા ભારતીના ટુકડા કરવાવાળા નકલી બાપુ થી મુક્તિ દેવડાવનાર નથુરામ ગોડસે અમર રહે.
રિતેશ શુક્લ: આઝાદ ભારતના પહેલા શાર્પ શુટર નથુરામ ગોડસે હતાં જેણે સચોટ નિશાન લઈને ભારતને ગંભીર સંકટમાંથી ઉગારી દીધું.
સી પી જોશી: મોહમ્મદ કરીમ ચાંદ ગાંધીએ આ દેશને સૌથી વધુ નુકસાન કર્યું છે. એ બ્રિટિશ એજન્ટ હતો. તેને જેલમાં પણ ફાઇસટાર ટ્રીટમેન્ટ મળતી હતી.
ઉત્કર્ષ શર્મા: પોતાનાથી 60 વર્ષ નાની યુવતી સાથે વિસ્તારમાં લગ્ન હાલતમાં સુઈ જવું એ મહાત્મા નું કામ તો નથી લાગતું.
સાનુ પોલ: નથુરામ ગોડસે હિન્દુઓ માટે હસતા હસતા ફાંસીએ ચડી ગયા. હવે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવી એમનું સ્વપ્ન પૂરું કરીએ
સનાતની હું: બીના ખડક બીના ઢાલ તુને કર દિયા હલાલ, સાબરમતી કે ચંઠ તુને કર દિયા બબાલ
આદેશ ગોયલ: ગાંધીજીએ એકલા હાથે ભારતને નુકસાન કર્યું. આપણને કાયર અને કાયમ માટે ગુલાબ બનાવી દીધા. આ વાયરસથી છુટકારો અપાવવા માટે નથુરામ ગોડસે જીના સદા રૂણી રહેશું.
અને છેલ્લે…’સડી ગયેલા ફળની માફક દરેક રાષ્ટ્ર આંતરિક સડાથી જ નાશ પામે છે: ભીષ્મ-શાંતિ પર્વ.