Pushpa 2 Online Leak : ‘પુષ્પા 2’ રિલીઝ થતાની સાથે જ ઓનલાઈન થઈ લીક, આ વેબસાઇટ પર HDમાં આવી અલ્લુ અર્જુનની ફિલ્મ
અલ્લુ અર્જુન સ્ટારર ‘પુષ્પા 2: ધ રૂલ’ આજે 5મી ડિસેમ્બરના રોજ થિયેટરોમાં ખૂબ જ હાઈપ વચ્ચે રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મને જોવા માટે ચાહકોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે તેનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં અદ્દભૂત ક્રેઝ છે. પરંતુ આ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જે મેકર્સને મોટો આંચકો આપી શકે છે.
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 લઈને લોકોમાં જબરદસ્ત એક્સાઇટમેન્ટ જોવા મળ્યું છે. મેકર્સે લોકોની ડિમાન્ડને જોતાં ફિલ્મને 6 ને બદલે એક દિવસ વહેલા એટલે કે 5 ડિસેમ્બરે જ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો જેથી તે વધુ કમાણી કરી શકે ત્યારે ફિલ્મની પાયરસી થઈ છે અને તે ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે
ક્યાં થઈ લીક ?
રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુનની પુષ્પા 2, ઈબોમ્મા, મૂવીરૂલ્ઝ, તમિલ રૉકસ, ફિલ્મીજલા, તમિલયોગી, તમિલબ્લાસ્ટર, બોલી4યુ, જેશા મૂવીઝ, 9x મૂવીઝ અને મૂવીજડા જેવા પાયરસી પ્લેટફોર્મ પર મફતમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આ ફિલ્મ 1080p, 720p, 480p, 360p, 240p, HDમાં ઉપલબ્ધ છે. રિપોર્ટ અનુસાર પુષ્પા 2 ધ રૂલ ટેલિગ્રામ લિન્ક, પુષ્પા 2 ધ રૂલ મૂવી HD ડાઉનલોડ ની લોકપ્રિયતા વધી ગઈ છે.
મેકર્સને લાગશે ફટકો
હાલ પુષ્પા 2 થિયેટરોમાં હાઉસફૂલ જઈ રહી છે અને ટિકિટ મળવી મુશ્કેલ છે ત્યારે જેમને ફ્રીમાં જોવા મળી જશે તો તેઓ થિયેટર સુધી જશે નહીં અને મેકર્સને કરોડોનો ફટકો પડી શકે છે.
બ્લોક બસ્ટર છે ફિલ્મ
પુષ્પા 2 એ માસને પસંદ આવે તેવી ફિલ્મ છે અને તેણે ઘણી જગ્યા એ 5/5 રેટિંગ મળ્યું છે. ફિલ્મની સૌથી ખાસ વાત છે તેના ડાયલોગ જે બીજી કોઈ ફિલ્મ કરતાં ઘણા પ્રભાવશાળી છે. આ ઉપરાંત અલ્લુ અર્જુન પણ તેની બેબાક શૈલી અને સ્ક્રીન પ્રેઝન્સના કારણે લોકોમાં ખાસ્સો ફિલ્મને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે.
3 વર્ષ જૂની યાદો તાજી કરી
ફિલ્મના ડિરેક્ટર સુકુમાર કેરેક્ટરને બારીકાઈથી પ્રેઝન્ટ કયારે છે, ત્રણ વર્ષ પછી એક વાર ફરી તે દર્શકોને ચિતુર પાછા લઈ આવ્યા છે જ્યાં પુષ્પાની ચંદન ચોરી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે છે, ફિલ્મ દરેક દ્રશ્યને બખૂબી ફિલ્માવાયુ છે જે દર્શકોને તાળીઓ પાડવા પર મજબૂર કરે છે.