પુષ્પા-2 એક્ટર અલ્લુ અર્જુનની ફરી મુશ્કેલીમાં મુકાઇ શકે છે !! ભાગદોડમાં ઘાયલ થયેલા બાળકની હાલત પણ ગંભીર
પુષ્પા-2 સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે બીજી બાજુ ગત અઠવાડિયે જેલની હવા ખાઈને જામીન પર બહાર આવેલા અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2ના પ્રીમિયર શો પહેલાં થયેલી ભાગદોડમાં ઘાયલ આઠ વર્ષના બાળકની તબિયત સુધરવાને બદલે ગંભીર થઈ રહી છે.
ઈજાગ્રસ્ત બાળકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યું છે. હૈદરાબાદના કડલ્સ હૉસ્પિટલ દ્વારા મંગળવારે રજૂ કરવામાં આવેલાં એક સ્વાસ્થ્ય બુલેટિન અનુસાર, તેજ નામના બાળકની ન્યુરોલૉજિકલ સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. આઇસીયુમાં રાખવામાં આવ્યો છે. ડોકટરોની ટુકડી ૨૪ કલાક નજર રાખી રહી છે.

તબીબો અનુસાર, આ બાળક મેકેનિકલ વેન્ટિલેશન પર છે. તેમાં ઑક્સિજન અને દબાણનો ઓછો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય, તેના વેન્ટિલેટરનો સપોર્ટ દૂર કરવા માટે ટ્રેકિયોસ્ટૉમીની પ્રક્રિયા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયા દ્વારા શ્વસન નળીમાં એક પાઇપ લગાવવામાં આવશે. હૉસ્પિટલે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ‘તેનો તાવ ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે અને ન્યૂનતમ ઇનોટ્રૉપ્સ પર તેના જીવન રક્ષક પેરામીટર પર સ્થિર છે. હાલ તે બરાબર આહાર લઈ રહ્યો છે.’
હૉસ્પિટલના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, તેજને 4 ડિસેમ્બરે ઓછા ઑક્સિજન અને શ્વાસ લેવામાં થઈ રહેલી મુશ્કેલીઓ સાથે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. 10 ડિસેમ્બરે ઑક્સિજન સપોર્ટ હટાવી લેવામાં આવ્યો હતો.