પૂરા ઈન્ડિયા જાન ચુકા હૈ…ધ કપિલ શર્મા શોમાં ચહલે RJ મહવશ સાથેના રિલેશનશીપ પર લગાવી મહોર!? જાણો શું કહ્યું
ભારતના શ્રેષ્ઠ બોલર યુઝવેન્દ્ર ચહલને આપણે સૌ જાણીએ છીએ. યુઝવેન્દ્ર ચહલ પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે. ચહલના ડિવોર્સથી તે સતત સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. ધનશ્રી વર્મા સાથે ડિવોર્સ લીધા બાદ લોકો તેનું RJ મહાવશ સાથે જોડી રહ્યા છે ત્યારે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ચહલ આરજે મહવાશને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. એટલું જ નહીં, મહવાશ આઈપીએલ મેચોમાં ચહલને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં પણ આવતી હતી. બંને સાથે જોવા મળે છે પરંતુ હંમેશા નકારે છે કે તેઓ રિલેશનશિપમાં છે. તેઓ હંમેશા એકબીજાને સારા મિત્રો કહે છે. ચહલ તાજેતરમાં કપિલ શર્માના શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં ગયો હતો. જ્યાં તેણે પોતાના સંબંધ વિશે સંકેત આપ્યો હતો. તેનું આ નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

રિલેશનશીપને લઈને આપી હિંટ
‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો’ના ત્રીજા એપિસોડમાં ચહલના અંગત જીવન પર ઘણી મજાક ઉડાવવામાં આવી હતી. શોમાં રમૂજી વાતાવરણ વધુ રસપ્રદ બન્યું જ્યારે નવજોત સિંહ સિદ્ધુએ ચહલના પ્રેમ જીવન વિશે કહ્યું હતું. આ પછી, હોસ્ટ કપિલ શર્માએ પણ સિદ્ધુ પર નિશાન સાધતા કહ્યું, “તમારા સમયમાં ઇન્સ્ટાગ્રામ નહોતું, નહીં તો તમે પણ પકડાઈ ગયા હોત!”
શોમાં, કૃષ્ણા અભિષેક છોકરીઓના કપડાં પહેરીને ચહલ સાથે બેસે છે અને તેને જ્યુસી ચહલ કહે છે. જ્યારે કપિલ તેને અટકાવે છે, ત્યારે કૃષ્ણા કહે છે કે છોકરીઓના દૃષ્ટિકોણથી જુઓ. તે ખૂબ જ જ્યુસી છે. તે પછી, આરજે મહવાશ વિશે સંકેત આપતા, તે કહે છે- ‘તમે કેમ ડરો છો? મેં તેને ઇન્સ્ટાગ્રામ પર જોયો છે, તે વધુ ડરતો નથી.’

પૂરા ઈન્ડિયા જાન ચુકા હૈ
કૃષ્ણા પછી, કીકુ યુજીની બેગ ખોલતો દેખાય છે. તે કહે છે કે તેના શર્ટ પર લિપસ્ટિકનું નિશાન કેવી રીતે છે. ‘યુઝવેન્દ્ર ચહલ જી શું ચાલી રહ્યું છે? તે કોણ છે, આખું ભારત જાણવા માંગે છે. આજકાલ તમે આવું વર્તન કરો છો. તે કોણ છે?’ આના જવાબમાં, ચહલ કહે છે- ‘ પૂરા ઈન્ડિયા જાન ચુકા હૈ .’ તે પછી, ઋષભ પંત મજાકમાં કહે છે- ‘હવે તે થોડો ફ્રી છે.’
આ પણ વાંચો : આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં : ભાજપ, કોંગ્રેસ માટે વોર્નિંગ બેલ ! પ્રજાને હાલ બે વિપક્ષ મળ્યા જેવો તાલ
તમને જણાવી દઈએ કે આરજે મહવાશ અને યુઝવેન્દ્ર ચહલના ડેટિંગના સમાચાર છેલ્લા એક વર્ષથી આવી રહ્યા છે. મહવાશે ચહલ માટે પ્રશંસા પોસ્ટ પણ શેર કરી. તાજેતરમાં જ બંને એક જાહેરાતમાં સાથે જોવા મળ્યા હતા.