પંજાબના DGP સામે પુત્રની જ હત્યાનો કેસ : પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધોનો આરોપ,DGPનો પરિવાર હત્યામાં સામેલ
પંજાબના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP ) મોહમ્મદ મુસ્તફા પર તેમના પુત્ર અકીલ અખ્તરની હત્યાનો આરોપ લાગ્યો છે. તેમની પત્ની, પુત્રી અને પુત્રવધૂ સાથે, કાવતરું ઘડવાનો પણ આરોપ મૂકાયો છે. 16 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે હરિયાણાના પંચકુલા સ્થિત તેમના ઘરે અકીલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું.
પરિવારે તેનું મૃત્યુ ડ્રગ ઓવરડોઝને કારણે થયું હોવાનું જણાવ્યું હતું. જો કે એવો આરોપ મુકાયો છે કે DGPને પોતાની પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધો હતા અને તેને લઈને જ હત્યાની ઘટના બની હતી.
DGP મોહમ્મદ મુસ્તફા પર તેમના પુત્ર અકીલ અખ્તરની હત્યાનો આરોપ લાગ્યો છે. તેમની પત્ની, પુત્રી અને પુત્રવધૂ સાથે, કાવતરું ઘડવાનો પણ આરોપ મૂકાયો છે. 16 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે હરિયાણાના પંચકુલા સ્થિત તેમના ઘરે અકીલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. પરિવારે તેનું મૃત્યુ ડ્રગ ઓવરડોઝને કારણે થયું હોવાનું જણાવ્યું હતું.
35 વર્ષીય અકીલ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં વકીલાત કરતો હતો. તેને એક પુત્ર અને એક પુત્રી છે. તેના મૃત્યુ પછી, 27 ઓગસ્ટનો અકીલનો એક વીડિયો સામે આવ્યો. તેમાં, તે દાવો કરે છે કે તેના પરિવારના સભ્યો તેને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા છે. તે તેના પિતા અને પત્નીના ગેરકાયદેસર સંબંધોનો પણ ઉલ્લેખ કરે છે. તેની માતા અને બહેન પણ આ કાવતરામાં સામેલ છે.
