32 મહિનામાં વડાપ્રધાન મોદીએ 38 વિદેશ યાત્રા કરી: કુલ ખર્ચ 259 કરોડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 ના મે મહિનાથી ડિસેમ્બર 2024 દરમિયાન 32 મહિનામાં 38 વિદેશ યાત્રા કરી હતી અને તેની પાછળ કુલ ૨૫૯ કરોડનો ખર્ચ થયો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પૂછેલા સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી પાબીત્રા માર્ગરેટીયા એ આ માહિતી આપી હતી. જુન 2022માં અમેરિકાની મુલાકાત નો સૌથી વધારે 22,98, 60, 509 અને નેપાળની યાત્રાનો સૌથી ઓછો 80,01, 483 રૂપિયા ખર્ચ થયો હતો.
આ યાત્રાઓ દરમિયાન હોટલ માટે 104 કરોડ અને ટ્રાન્સપોર્ટેશન માટે 71.1 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. 75.7 કરોડનો ખર્ચ પરચુરણ ખર્ચ તરીકે દર્શાવવામાં આવ્યો છે.
વર્ષ 2022 માં મોદીની 10 વિદેશ યાત્રા માટે દરેક યાત્રા દીઠ સરેરાશ 5.6 કરોડ, 2023 માં 11 વિદેશ યાત્રા માટે સરેરાશ 8.5 કરોડ અને 2024 માં 17 વિદેશ યાત્રા માટે સરેરાશ 6.4 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.
સૌથી વધારે અમેરિકાની યાત્રાઓ પાછળ 38.2 કરોડ,
બીજા નંબરે જાપાનની યાત્રામાં 33 કરોડ, જર્મની માટે 23.9 કરોડ, રશિયાની યાત્રામાં 16.1 કરોડ , ફ્રાન્સની
મુલાકાતમાં 15.7 કરોડ, ઇટાલીયાત્રામાં 14.4 કરોડ યુએઈ મુલાકાતમાં 12.7 કરોડનો ખર્ચ થયો હતો.
વડાપ્રધાન વિદેશ પ્રવાસ માટે એર ઇન્ડિયા વન તરીકે નિયુક્ત ખાસ વિમાનમાં મુસાફરી કરે છે, જે ભારતીય વાયુસેનાના ખાસ સ્ક્વાડ્રન દ્વારા સંચાલિત થાય છે અને તેમાં 2016માં ખરીદેલા બે બોઇંગ 777-300ER વિમાનોનો ઉપયોગ થાય છે. વડાપ્રધાન સામાન્ય રીતે વડાપ્રધાન કાર્યાલય અને વિવિધ મંત્રાલયો, જેમાં વિદેશ મંત્રાલયનો સમાવેશ થાય છે, તેમના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપની સુરક્ષા ટુકડી સાથે હોય છે.
ક્યા વર્ષમાં ક્યાં દેશની કેટલી યાત્રા ?
વર્ષ 2022માં વડાપ્રધાન મોદી મે મહિનામાં જર્મની, ડેન્માર્ક, ફ્રાન્સ, નેપાળ અને જાપાન ગયા હતા. એ જ વર્ષે તેઓ જૂન મહિનામાં યુએઈ અને જર્મની, સપ્ટેમ્બરમાં જાપાન અને ઉઝબેકિસ્તાન તથા નવેમ્બરમાં ઇન્ડોનેશિયા ગયા હતા.
વર્ષ 2023માં તેઓ મે મહિનામાં પાપુઆ ન્યૂ ગિની, ઓસ્ટ્રેલિયા અને જાપાન ગયા હતા. જૂનમાં અમેરિકા અને ઈજિપ્ત, જુલાઈમાં ફ્રાન્સ અને યુએઈ, ઑગસ્ટમાં દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ, સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયા તથા નવેમ્બર-ડિસેમ્બરમાં યુએઈ ગયા હતા.
વર્ષ 2024માં તેઓ ફેબ્રુઆરી મહિનામાં યુએઈ અને કતાર, માર્ચમાં ભૂટાન, જૂનમાં ઈટલી, જુલાઈમાં ઓસ્ટ્રિયા અને રશિયા, ઑગસ્ટમાં પોલેન્ડ અને યુક્રેન, સપ્ટેમ્બરમાં બ્રુનેઈ, અમેરિકા અને સિંગાપોર, ઑક્ટોબરમાં લાઓસ અને રશિયા, નવેમ્બરમાં નાઈજિરિયા, બ્રાઝિલ અને ગુયાના તથા ડિસેમ્બરમાં કુવૈત ગયા હતા.
2022ની વિદેશયાત્રાઓનો ખર્ચ
જર્મની.9,44,41,562
ડેનમાર્ક5,47,46,921
ફ્રાન્સ1,95,03,918
નેપાળ80,01,483
જાપાન8,68,99,372
યુએઈ1,64,92,605
જર્મની14,47,24,416
જાપાન7,08,03,411
ઉઝબેકિસ્તાન1,57,26,709.
ઇન્ડોનેશિયા4,69,52,964.
2023ની વિદેશયાત્રાઓનો ખર્ચ
પાપુઆ ન્યુ ગિની8,58,04,677.00
ઓસ્ટ્રેલિયા6,06,92,057.00
જાપાન17,19,33,356.00
અમેરિકા22,89,68,509.00
ઈજિપ્ત2,69,04,059.00
ફ્રાન્સ13,74,81,530.00
યુએઈ1,45,06,965.00
દક્ષિણ આફ્રિકા6,11,37,355.00
ગ્રીસ6,97,75,753.00
ઇન્ડોનેશિયા3,62,21,843.00
યુએઈ4,28,88,197.00
2024ની વિદેશયાત્રાઓનો ખર્ચ
યુએઈ5,31,95,485
કતાર3,14,30,607.
ભૂટાન4,50,27,271.
ઈટાલી14,36,55,289.
ઑસ્ટ્રિયા4,35,35,765
રશિયા5,34,71,726
પોલેન્ડ10,10,18,686
યુક્રેન2,52,01,169.
બ્રુનેઈ5,02,47,410
અમેરિકા15,33,76,348
સિંગાપોર7,75,21,329
લાઓસ3,00,73,096
રશિયા10,74,99,171
નાઈજીરીયા4,46,09,640
બ્રાઝિલ5,51,86,592
ગયાના5,45,91,495
કુવૈત2,54,59,263
મનમોહન સિંહનો હિસાબ પણ આપ્યો
વિદેશ રાજ્યમંત્રીએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની વિદેશ યાત્રાઓના ખર્ચના આંકડા પણ આપ્યા હતા. તે મુજબ
2011માં મનમોહન સિંહના અમેરિકાના પ્રવાસ પર 10,74,27,363 રૂપિયાનો, 2013માં રશિયાના પ્રવાસ પર 9,95,76,890 રૂપિયાનો ,2011માં ફ્રાંસની યાત્રાનો 8,33,49,463 રૂપિયાનો અને. 2013માં તેમની જર્મનીની મુલાકાતનો 6 ,02,23,484 રૂપિયા ખર્ચ થયો હતો.