બેન્ક જ્યારે લોકોની ગેરંટી ના માને ત્યારે મોદી ગેરંટી આપે છે
આજે વડાપ્રધાન મોદીના 73 માં જન્મદિનની દેશભરમાં ઊજવણી થઈ હતી અને સેવા કાર્યો શરૂ થયા હતા. મોદીજીએ પણ આજે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
દીલ્હીમાં અદભૂત યશોભૂમિ સેન્ટર ખુલ્લો મૂક્યો હતો અને વિશ્વકર્મા યોજના લોન્ચ કરાવી હતી. સાથે કેન્દ્ર સરકારે આજથી આયુષમાન ભવ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભાજપ દ્વારા સેવા પખવાડિયાની શરૂઆત કરાઇ હતી.
સેન્ટરના ઊદઘાટનમાં સંભોઢાણ કરતાં મોદીએ કહ્યું હતું કે જ્યારે બેન્ક તમારી ગેરંટી ના માને ત્યારે મોદી ગેરંટી આપે છે. વિશ્વકર્મા યોજના લોન્ચ કરીને એમણે સરકારની સંવેદનશીલતા બતાવી હતી.
વડાપ્રધાને આ ટેક વિષવકારમાં સાથીઓને ટ્રેનીગ, ટેકનોલોજી અને ટૂલ્સનો મંત્ર આપ્યો હતો. એમણે કહ્યું કે સરકાર હવે તમારા માટે માર્કેટિંગ પણ કરશે.
વિશ્વકર્મા જયંતી પર મોદીજીએ દેશની જનતાને શુભકામના પાઠવી હતી. એમણે કહ્યું કે મને એ વાતનો આનંદ છે કે આજે મને આ કામ કરવાની તક મળી છે.
આજે વડા પ્રધાને મેટ્રો સ્ટેશન જઈને ટ્રેનમાં મુસાફરી કરી હતી અને લોકો સાથે અહીં વાતચીત કરી હતી. મેટ્રોમાં એમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી.