વિશ્વ ચેમ્પિયન બની ભારતની દીકરીઓનું રાષ્ટ્રપતિ મુર્મુએ કર્યું સન્માન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે 2025 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ, લિવરપૂલમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરનાર ભારતીય મહિલા બોક્સર્સને રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત બાદ સન્માનિત કર્યા.
જૈસ્મિન અને મિનાક્ષીએ ગોલ્ડ, નુપુરે સિલ્વર અને પૂજા રાણીએ બ્રોન્ઝ જીતતા ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે.
બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ પણ આ ખાસ અવસરે હાજર રહ્યા હતા. દેશની દીકરીઓની આ ગૌરવસભર ક્ષણ સૌના દિલમાં દેશભક્તિનો જુસ્સો વધારી દે છે!
