પ્રયાગરાજનો કુંભમેળો સમાપ્ત : હવે 2027માં હરદ્વારમાં અર્ધ કુંભ યોજાશે, ઉત્તરાખંડ સરકારે શરુ કરી તૈયારી
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભનું મહાશિવરાત્રીનાં દિવસે સમાપન થઇ ગયું છે અને આ દરમિયાન કરોડો લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. પ્રયાગના આ મહાકુંભના સમાપન બાદ હવે આગામી મહાકુંભ હરિદ્વારમાં ગંગા તટ પર આયોજીત થશે. આ કુંભ મેળો 2 વર્ષ બાદ 2027માં યોજાશે અને તેને અર્ધકુઁભ 2027ના નામથી ઓળખવામાં આવશે. તેને લઈને ઉત્તરાખંડ સરકારે પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. સરકારના આદેશ બાદ મહાશિવરાત્રીનાં દિવસે જ હરિદ્વારના સરકારી અધિકારીઓએ અર્ધકુંભ 2027ની તૈયારીઓને લઈને બેઠક કરી હતી.
આ બેઠક બાદ આઈજી ગઢવાલ રાજીવ સ્વરુપે કહ્યું કે, અર્ધકુંભ મેળો 2027ની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આજે તમામ વિભાગોનું પ્રેંજેટેશન થયું, જેમાં ગૃહ વિભાગે પણ પ્રેઝટેશન આપ્યું. 2027માં થનારા કુંભ માટે ટ્રાફિક પ્લાન શું હશે, પાર્કિંગની વ્યવસ્થા કેવી હશે. ભીડને કેવી રીતે મેનેજ કરી શકાય.તેના પર પ્લાન રજૂ કરવામાં આવ્યા છે.
અર્ધકુંભ 2027ની તૈયારીઓ પર કમિશનર ગઢવાલ વિનય શંકરે પાંડેએ કહ્યું કે, મુખ્યમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, 2027માં થનારા કુંભ મેળો ભવ્ય, દિવ્ય અને સુરક્ષિત હોવો જોઈએ. આવનારા શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળવી જોઈએ અને તેમને કોઈ તકલીફ થવી જોઈએ નહીં. ટૂંક સમયમાં તેને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. આગામી 2027ના કુંભ મેળાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે અને મેળો ભવ્ય, દિવ્ય અને સુરક્ષિત હશે.