ભાડાના ઘરમાં પાંખે લટકેલી હાલતમાં મળી, આર્થિક તંગી હોવાનું બહાર આવ્યું
મનોરંજન જગતમાંથી વધુ એક વાર દુખદ ખબર આવી હતી. લોકપ્રિય મલયાલમ એક્ટ્રેસ અને મોડલ રેન્જુશા મેનને કેરળના થિરુવનંતપુરમના તેના ભાડાના ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી છે. તેના ઘરમાં પંખે લટકતી તેની લાશ મળી આવી હતી ત્યારે લોકોને ખબર પડી કે તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
છેલ્લા થોડા દિવસથી તેને પૈસાની ખૂબ તકલીફ હતી એથી એવી અટકળો વહેતી થઈ છે કે આર્થિક સંકડામણને કારણે તેણે આપઘાત કર્યો હોઈ શકે છે.
રેન્જુશા મેનન કેરળના થિરુવનંતપુરમમાં પરિવાર સાથે ભાડાના ઘરમાં રહેતી હતી. રિપોર્ટ અનુસાર, છેલ્લા થોડા સમયથી તેને પૈસાની ખૂબ તકલીફ પડી રહી હતી એટલે પૈઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી મનોરંજન જગતમાં આત્મહત્યાના કેસ વધી રહ્યાં છે. આ પહેલા અનેક કલાકારો આપઘાત કરી ચૂક્યા છે અથવા હાર્ટએટેકથી તેમના મોત થઈ ચૂક્યા છે. આ ખબર ખૂબ દુખદ છે. સાની તંગીને કારણે તેણે આપઘાત કર્યો હોય તેવું બની શકે છે.