Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ચકચારી સંદેશખાલી પ્રકરણમાં સ્ટિંગ ઓપરેશનથી બંગાળમાં રાજકીય ભૂકંપ

Sun, May 5 2024

આખી ઘટના ઉપજાવી કાઢેલી હોવાની ભાજપના નેતાની કબુલાત: વિડીયો બનાવટી હોવાનો ભાજપનો આક્ષેપ

પશ્ચિમ બંગાળના ચકચારી સંદેશખાલી પ્રકરણમાં એક કથિત સ્ટીંગ ઓપરેશન બાદ અણધાર્યો વળાંક આવ્યો છે. સંદેશખાલીમાં ટીએમસીના નેતા શાહજહાં અને તેના મળતીયાઓએ મહિલાઓ ઉપર દુષ્કર્મ અને અત્યાચાર કર્યા હોવાની ફરિયાદો નોંધાઈ હતી. એ ઘટનાને પગલે ટીએમસી રક્ષણાત્મક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. ભાજપના આખા પ્રચારમાં સંદેશખાલીનો મુદ્દો કેન્દ્રસ્થાને હતો અને એ પ્રકરણને કારણે ટીએમસી અભૂતપૂર્વ ભીસમાં મુકાઈ ગઈ હતી. એવા માહોલ વચ્ચે આ સ્ટીંગ ઓપરેશનમાં ભાજપના એક નેતાએ સંદેશખાલી ની આખી ઘટના ઉપચાવી કાઢેલી હોવાની કબુલાત કરતા બંગાળમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. બીજી તરફ ભાજપે સ્ટીંગ ઓપરેશનની વિડિયો બનાવટી હોવાનો આક્ષેપ કર્યો છે. સ્ટીંગ ઓપરેશનમાં નજરે પડતા ભાજપના નેતા એ પણ એ વિડિયો એ આઈ દ્વારા બનાવવામાં આવી હોવાની સીબીઆઇમાં ફરિયાદ કરી છે. વોઇસ ઓફ ડે પણ આ આ વીડિયોને પુષ્ટિ નથી આપતું.

સંદેશખાલી પ્રકરણને કારણે પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ ગરમાયો છે. શનિવારે કહેવાતા સ્ટિંગ ઓપરેશન નો એક વિડીયો વાયરલ થયો હતો. 32 મિનિટની એ વીડિયોમાં ભાજપના ગંગાધર કોયાલ નામના સંદેશખાલી ના મંડલ પ્રમુખ એવું કહેતા દેખાય અને સંભળાય છે કે સંદેશખાલીમાં કોઈ મહિલા પર દુષ્કર્મ થયું નહોતું. ભાજપના નેતા સુવેંદુ અધિકારીના દોરી સંચાર હેઠળ આખી ઘટના ઉપચાવી કાઢવામાં આવી હતી. દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે મહિલાઓને 2000 રૂપિયા આપવામાં આવ્યા હોવાનું ગંગાધર કોયાલ કહેતા સંભળાય છે. આ આખી ઘટના કઈ રીતે બની તેનું તેઓ વર્ણન કરે છે. વિડીયો વાયરલ થયા બાદ તેમણે વીડિયોમાં પોતે જ હોવાનું પણ સાથે જ તેમણે બોલેલા વાક્યોને બદલાવી નાખ્યા હોવાનું જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર કથિત સ્ટીંગ ઓપરેશનનો વિડીયો જંગલના દવની મારફત વાયરલ થઈ ગયો હતો અને ટીએમસીએ બંગાળની સંસ્કૃતિ અને બંગાળની પ્રતિષ્ઠા ઉપર ભારતીય જનતા પક્ષે સતા મેળવવા માટે કલંક લગાડ્યો હોવાનો આક્ષેપ શરૂ કરી દીધો હતો.

ટીએમસી એ પત્રકાર પરિષદમાં વિડિયો દેખાડ્યો: ભાજપ ઉપર આકરા પ્રહાર

વિડીયો વાયરલ થયા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે સંદેશખાલી ની ઘટનામાં ભાજપે નો મોટું નાટક કર્યું હતું. હું પહેલેથી કહેતી આવી છું કે આ ભાજપનું ષડયંત્ર છે અને હવે સત્ય સામે આવી ગયું છે. બીજી તરફ અભિષેક બેનર્જીએ કોલકત્તાના તૃણમૂલ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી સ્ટિંગ ઓપરેશનના વિડીયોનું પ્રસારણ કર્યું હતું. એ ઘટના અંગે વડાપ્રધાન અને ગૃહ મંત્રીએ કરેલા ભાષણના અંશો પણ તેમણે દેખાડ્યા હતા. અભિષેક બેનર્જીએ કહ્યું કે સતા મેળવવા માટે ભાજપ નિમ્ન સ્તરે ઉતરી ગયું છે. ભાજપે માત્ર 2000 રૂપિયામાં મહિલાઓની ગરિમા ખરીદવાનું પાપ કર્યું છે. તેમણે ઉમેર્યું કે હું ભાજપના રાષ્ટ્રીય નેતાઓને 48 કલાકમાં જ માફી માગવાનો અનુરોધ કરું છું અને નહિતર આ ષડયંત્ર માં ભાજપની ટોચની નેતાગીરી પણ સામેલ છે તે સાબિત થશે.

સ્ટીંગ ઓપરેશન નો વિડીયો બનાવટી આવવાનો ભાજપનો આક્ષેપ

સ્ટિંગ ઓપરેશન નો વિડીયો વાયરલ થતાં જ એક તરફ ટીએમસી ના નેતાઓ આક્રમક બન્યા હતા ત્યારે કોંગ્રેસના નેતા શુભેનદુ અધિકારીએ ઓપરેશનનો આ આખો વિડિયો જ બનાવટી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે 379 મહિલાઓએ ફરિયાદ નોંધાવી છે.સંદેશ ખાલી ઘટનાને પગલે ટીએમસી હાર ભાળી ગઈ છે ત્યારે લોકોને ગુમરાહ કરવા માટે આવા બનાવટી સ્ટીંગ ઓપરેશનનો આશરો લે છે. સંદેશખાલી ઘટનાની પીડીતા અને બસીરઘાટ સંસદીય બેઠકના ભાજપના ઉમેદવાર રેખા પાત્રાએ કહ્યું કે કાં તો આ વિડીયો બનાવટી છે અથવા તો મંડળ પ્રમુખ ગંગાધર ઉપર દબાણ લાવી અને આવું સ્ટેટમેન્ટ અપાવવામાં આવ્યું છે.

સંદેશખાલી ઘટનાનું રાજકીય મહત્વ

સંદેશખાલીમાં બનેલી ઘટનાઓએ આખા દેશને ધ્રુજાવી દીધો હતો. મહિલાઓ ઉપર દુષ્કર્મ અને અત્યાચારના મુખ્ય આરોપી ટીએમસીના ધારાસભ્ય શાહજહાની 50 દિવસ સુધી ધરપકડ પણ નહોતી થઈ. ટીએમસી તેમને બચાવતી હોવાની છાપ ઊભી થઈ હતી. ભારતીય જનતા પક્ષે એ મુદ્દાને પ્રચારમાં કેન્દ્રસ્થાને લાવી દીધો હતો. ખુદ વડાપ્રધાન અને ગૃહ મંત્રીએ પણ એ મુદ્દે ટીએમસી પર આકરા પ્રહારો કર્યા હતા. મહિલાઓ ઉપર દુષ્કર્મ આચારનાર મુસ્લિમ નેતાને મમતા બેનર્જી બચાવતા હોવાના આક્ષેપો થયા હતા. આ મુદ્દો પશ્ચિમ બંગાળમાં ગેમ ચેન્જર બની શકે તેવી ક્ષમતા ધરાવતો હતો. હવે એ આખી ઘટના ઉપજાવી કાઢેલી હોવાનો દાવો ટીએમસી આ કથિત સ્ટિંગ ઓપરેશન ઉપરથી કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં 36 બેઠકો પર મતદાન બાકી છે ત્યારે એ ઘટનામાં આવેલા આ અણધાર્યા વળાંકથી રાજકીય સમીકરણો બદલાશે કે કેમ તે જોવાનું રસપ્રદ બની રહેશે.

Share Article

Other Articles

Previous

મહારાષ્ટ્ર કોંગીના નેતાએ શું વિવાદ જગાવ્યો ? જુઓ

Next

છત્તીસગઢમાં 14 વર્ષની બહેને 18 વર્ષના ભાઈ ની હત્યા કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
25 મિનિટutes પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
1 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
4 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

ઓછા પૈસામાં માણવી છે હિલ સ્ટેશનની મજા તો ઋષિકેશની આ જગ્યાઓની લો મુલાકાત
લાઇફસ્ટાઇલ
1 વર્ષ પહેલા
અમદાવાદથી થાઇલેન્ડ, સાઉદી અરબ અને મલેશિયા જવા માટે ૩૧મીથી ડાયરેક્ટ ફ્લાઈટ
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજનાથ સિંઘે શસ્ત્ર પૂજા સમયે શું કહ્યું ? કોને ચેતવણી આપી ? વાંચો
ક્રાઇમ
8 મહિના પહેલા
રૂપાણીએ કહ્યુ કે કોઈ પોતાનુ નામ આગળ ન ધરે.. અને બધા ખડખડાટ હસ્યા
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર