મણિપુરમાં હિંસક ટોળા પર પોલીસનો ગોળીબાર: જુઓ કેટલા લોકોના થયા મોત
મણિપુરમાં પોલીસ અધિક્ષકની ઓફિસ પર તોફાનીઓનો હુમલો
મણિપુરમાં સબ સલામત હોવાના સરકારી દાવા વચ્ચે ફરી એક વખત હિંસા ભડકી ઉઠી હતી. ગુરુવારે તોફાને ચડેલા એક ટોળાએ પોલીસ અધિક્ષકની ઓફીસ ઉપર હુમલો કર્યા બાદ પોલીસે કરેલા ગોળીબારમાં બે વ્યકિતના મૃત્યુ અને 42 લોકો ઘાયલ થતા મામલો ગંભીર બની ગયો છે.
પ્રાપ્ત વિગત મુજબ કેટલાક હથિયારધારી લોકો સાથે સિયામ લાલ પોલ નામના એક પોલીસ કોન્સ્ટેબલનો વિડિયો વાયરલ થયા બાદ એ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.તેના વિરોધમાં ચૂરાચંદપૂરમાં અંદાજે એક હજાર લોકોનું જંગી ટોળું રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું.આ ટોળાએ પોલીસ અધિક્ષક અને ડેપ્યુટી કમિશનરની ઓફિસ પર હુમલો કરતા સ્થિતિ સ્ફોટક બની ગઈ હતી.હિંસક ટોળાએ પોલીસ અધિક્ષકના મકાનના એક ભાગને આગ ચાંપી દીધી હતી. એ દરમિયાન ચૂરાચંદપુર ના મીની સચિવાલય વિસ્તારમાં તોફાનો વિસ્તર્યા હતા.
અનેક દંપતીઓમાં તોડફોડ અને અગજનીની ઘટનાઓ બનતા વાતાવરણ તંગ બની ગયું હતું.ટોળાને કાબુમાં લેવા પોલીસે કરેલા ફાયરિંગમાં બે લોકો માર્યા ગયા હતા અને 42ને ઇજા પહોંચી હતી.મામલો કાબુમાં લેવા માટે વધારાના સુરક્ષા દળોને ઘટનાસ્થળે દોડવાયા હતા.બનાવને પગલે જિલ્લામાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ગેરકાયદે અને લૂંટી લેવાયેલા હથિયારો સાથે આતંક મચાવતા તત્વો સાથે સુરક્ષા દળોની સાંઠ ગાંઠ ના આક્ષેપો થતા રહ્યા છે ત્યારે એવા હથિયારધારી જૂથ સાથે એક કોન્સ્ટેબલોની ઉપસ્થિતિએ વિવાદ સર્જ્યો હતો.બાદમાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવતા નવેસરથી તોફાનો ફાટી નીકળ્યા હતા.