PM Vishwakarma Yojana : 5% વ્યાજ પર ₹3 લાખની લોન, લાખો લોકોએ મોદી સરકારની આ યોજનામાં રસ દાખવ્યો
પીએમ વિશ્વકર્મા યોજના કારીગરો અને શિલ્પકારોને ધ્યાનમાં લઈ બનાવવામાં આવી છે. કામ કરતા 18 પરંપરાગત કામદારોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. PM વિશ્વકર્મા યોજના હેઠળ મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામા આવે છે. જેના પર 5 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
PM Vishwakarma Yojana :
કેન્દ્ર સરકારે શિલ્પકારો અને કારીગરોને મદદ કરવા માટે સપ્ટેમ્બર 2023માં પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી હતી. જેમાં સરકાર શિલ્પકારો અને કારીગરોને પોસાય તેવા વ્યાજ દરે લોન આપવામા આવશે.આ લોન ખૂબ જ સસ્તી છે તેથી વ્યક્તિ પોતાની આવડતના આધારે નાનો બિઝનેસ શરૂ કરી શકે છે. હાલમા પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લાભ મેળવનારા લોકોના આંકડામાં વધારી થયો છે. એક વર્ષમાં આંકડો 2.02 લાખ લોકો સુધી પહોંચ્યો છે અને તેના હેઠળ 1,751 કરોડ રૂપિયાની લોન અપાય છે.
લોનનો હેતુ :
પીએમ વિશ્વકર્મા યોજના શિલ્પકારો અને કારીગરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ યોજનામાં 18 પરંપરાગત કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુથાર, હોડી બનાવનારા, લુહાર, હથોડી અને ટૂલ બનાવનારા, સુવર્ણકાર, કુંભારો, પથ્થર કામદારો, ચામડાં, ચણતર, કાર્પેટ, સાવરણી અને ટોપલી બનાવનારા, ધોબી, દરજી, માછીમારીની જાળ બનાવનારા વગેરેનો સમાવેશ થાય છે
કેટલી લોન આપવામાં આવે છે ?
પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જેના પર 5 ટકા વ્યાજ ચૂકવવું પડશે. લોનની રકમ લાભાર્થીને 2 અઠવાડિયામાં આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે.
કેવી રીતે કરી શકાય છે અરજી
PM વિશ્વકર્મા યોજના ઓફશિયલ વેબસાઇટ pmvishwakarma.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકાય છે. વેબસાઈટ ખોલ્યા પછી તમારે અપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને જરૂરી માહિતી ભર્યા પછી તમારે રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાંનું રહેશે. રજીસ્ટ્રેશન માટે લાભાર્થી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર અને બેંક પાસબુક હોવું ફરજિયાત છે.