પૂર્વોતર ભારતની મુલાકાતે PM મોદી : મિઝોરમમાં રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન, પહેલી મિઝોરમ-દિલ્હી ટ્રેનને આપી લીલીઝંડી
વડાપ્રધાન મોદી હાલ પૂર્વોતર રાજ્યોની મુલાકાતે છે જેમાં તેઓ 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે. ત્યારે આજે એટલે કે 13મી સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત લેશે. છેલ્લા ઘણા દિવસથી તેમના પ્રવાસને લઈને અટકળો ચાલી રહી હતી. જે બાદ હવે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. મણિપુરના મુખ્ય સચિવે કહ્યું છે કે વડાપ્રધાન મોદીની મણિપુર મુલાકાતથી શાંતિ અને વિકાસનો માર્ગ મોકળો બનશે. મણિપુરમાં માર્ચ 2023થી મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ભયાનક હિંસા ભડકી હતી અને તેમાં અનેક લોકોના મોત પણ થયા હતા. આ હિંસા બાદથી આ વડાપ્રધાન મોદીનો પ્રથમ મણિપુર પ્રવાસ હશે.
મિઝોરમમાં રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન
આ દરમિયાન તેઓ 71,850 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મિઝોરમમાં બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇન રાજ્યને પહેલીવાર ભારતીય રેલ નેટવર્ક સાથે જોડ્યું છે અને પીએમએ તેનું ઉદ્ઘાટન કર્યું છે. પહેલી મિઝોરમ-દિલ્હી ટ્રેનને લીલી ઝંડી આપી અને કહ્યું- મિઝોરમ આજે ફ્રન્ટલાઈન સાથે જોડાયું, 2510 કિમીનું અંતર કાપશે.
આ પણ વાંચો :સૌરાષ્ટ્રવાસીઓ આનંદો…હવે દૂર નથી ચાઈના: રાજકોટથી ચાઈનાની ફલાઇટ થશે ટેકઓફ,4 વર્ષ બાદ સીધું કનેક્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12.15 વાગ્યે મિઝોરમના પાટનગર આઇઝોલથી મણિપુરના ચુરાચાંદપુર પહોંચશે. અહીં તેઓ વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરશે અને ઈન્ફ્રા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
#WATCH | Aizawl: Mizoram CM, Lalduhoma says, "Today is a historic day for our state. We are deeply honoured to welcome the Prime Minister to Mizoram for the inauguration of the Bairabi-Sairang railway and Sairang railway station, a landmark achievement that marks a new chapter… pic.twitter.com/g8p0a4euMx
— ANI (@ANI) September 13, 2025
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી ચુરાચાંદપુરના પીસ ગ્રાઉન્ડથી 7300 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાની આધારશિલા મૂકશે, જ્યાં કુકી બહુસંખ્યક રહે છે. વડાપ્રધાન મોદી મેઇતૈ વસ્તી ધરાવતા ઇમ્ફાલથી 1200 કરોડ રૂપિયાના માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.
બીરેન સિંહના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ
મણિપુરમાં મોદીના આ કાર્યક્રમના હોર્ડિંગ પણ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ ઇમ્ફાલથી એક પ્રમુખ સ્થાન, કેશમપટ જંક્શન પર લગાવવામાં આવ્યું છે, જે ભાજપ મુખ્યાલયની નજીક છે. રાજ્યમાં આવા બીજા પણ હોર્ડિંગ લગાવવામાં આવે તેવી આશંકા છે. મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન. બીરેન સિંહના રાજીનામા બાદ ફેબ્રુઆરીથી અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.
તંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન તંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જે મુજબ, 13 સપ્ટેમ્બરે પીસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોને ચાવી, પેન, પાણીની બોટલ, બેગ, રૂમાલ, છત્રી, લાઇટર, મેચબોક્સ, કાપડના ટુકડા, કોઈપણ તીક્ષ્ણ વસ્તુઓ અથવા શસ્ત્રો અને દારૂગોળો સાથે નહિ રાખી શકાય. જનતાને સલાહ આપવામાં આવી છે કે, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને બીમાર વ્યક્તિઓને કાર્યક્રમ સ્થળ પર લાવવાનું ટાળવું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા ઇમ્ફાલ અને ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા અધિકારીઓની એક ટીમ પણ ચુરાચાંદપુર પહોંચી ગઈ છે. પોલીસ અને અર્ધ લશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને પીસ ગ્રાઉન્ડ તરફના રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યા છે.
