વડાપ્રધાન મોદીએ કેવી સાહસિક સવારી કરી ? જુઓ
પીએમ મોદીએ સરકારી હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની મુલાકાત દરમિયાન બેંગલુરુથી તેજસ ફાઈટરમાં ઉડાન ભરી છે. વડાપ્રધાન તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી પર ચાલી રહેલા કામની સમીક્ષા કરવા બેંગલુરુ પહોચ્યાં હતા. વડાપ્રધાન મોદી એ આજે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપનીની મુલાકાત લીધી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સ્વદેશી તેજસ ફાઈટર એરક્રાફ્ટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

તેજસ ફાઈટર પ્લેનમાં વડાપ્રધાનની ઉડાન
ભારતીય વાયુસેનાએ વધુ ફાઇટર એરક્રાફ્ટ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવાની યોજના જાહેર કરી છે. આ યોજનાના સંદર્ભમાં, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપની કામ કરી રહી છે, તેથી HAL ચર્ચામાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની બેંગલુરુ કંપનીની મુલાકાત લીધી છે.

સ્વદેશી પર ભાર
હાલના સમયમાં ભારત સ્વદેશી પર ભાર આપી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં, વાયુસેનામાં સ્વદેશી બનાવટના એરક્રાફ્ટની ભરતી અંગે પણ કરાર કરવામાં આવ્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપનીનું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર તેજસ તેમાંથી એક છે. એટલું જ નહીં અન્ય દેશોએ પણ એલસીએચ-તેજસ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી દર્શાવી છે.
કેટલાક દેશોએ તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવામાં રસ દાખવ્યો છે અને યુએસ ડિફેન્સ જાયન્ટ GE એરોસ્પેસે વડા પ્રધાનની યુએસ મુલાકાત દરમિયાન MK-II તેજસ માટે સંયુક્ત રીતે એન્જિન બનાવવા માટે HAL સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.