દેશની 23 IIT માં મળશે પ્લેટફોર્મ: રાજકોટ સહિત રાજયભરનાં વિદ્યાર્થીઓ માટે AI,મશીન લર્નિંગ સહિત 400 ઓનલાઈન કોર્સની તક
દેશની 23 IIT માંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ સહિત 400 જેટલા કોર્સમાં જોડાવવા માટે રાજકોટ સહિત રાજયભરનાં વિદ્યાર્થીઓને તક મળશે. હાલના સમયમાં શરૂ કરવામાં આવેલા આ કોર્સ માટે પ્રવેશ ને લગતી વિગતો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના સ્વયં પોર્ટલ પરથી મળી રહેશે.
સ્વયં પોર્ટલ પર ઉપલબ્ધ વિવિધ પ્લેટફોર્મ પૈકી એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના મહત્વ ધરાવતા એન PTEL પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કોણ માં પ્રવેશ મેળવી શકશે જેના માટે વિદ્યાર્થીઓએ સ્વયં પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.
આ પણ વાંચો :VIDEO : મુંબઈ-રાજકોટની ફલાઇટનાં પાયલોટ મોડા આવ્યાં,3 કલાક મોડી ઉડાનથી હોબાળો, મુસાફરો થયા હેરાન
વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ કહી શકાય તેવા ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સિસમાં એ આઈ, ઇન્ટરનેટ ઓફ થીંગ્સ, રીન્યુએબલ એનર્જી, એડવાન્સ ડાયનોમિકસ ઉપરાંત સિવિલ મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ જેવી કોર બ્રાન્ચના વિષયોમાં વર્તમાન સમયને અનુરૂપ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલના સમયને અનુલક્ષીને આ કોર્સિસ દ્વારા વિદ્યાર્થીઓની સ્કિલમાં વધારો થશે.
