મુંબઈ-અમદાવાદથી ‘દિવ’ માટે ફલાઈટમાં બેઠેલાં પેસેન્જર્સને કેશોદ ઉતરી જવું પડ્યું
એક જ સપ્તાહમાં એલાયન્સ એરલાઇનનાં વિમાનમાં 3જી વખત ટેક્નિકલ ફોલ્ટ આવ્યો:કેશોદ એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ કરાઈ:
એક સપ્તાહમાં ત્રીજીવાર અમદાવાદ-કેશોદ-દિવની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતાં કેશોદ એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવી પડી છે. જેના લીધે અમદાવાદ અને મુંબઈ થી દીવ આવી રહેલા પેસેન્જર્સ ને પરેશાની પડી હતી.
સોમવારે મુંબઈ-કેશોદ-દિવની એલાયન્સ એરની ફલાઈટમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી જેના લીધે પેસેન્જરોને રાજકોટ એરપોર્ટ સુધી પહોંચવું પડ્યું હતું. સોમવારે 60 જેટલા પેસેન્જરને મુશ્કેલી પડી હતી.
આ દરમિયાન ગઈકાલે ફરી એક વખત કેશોદ ખાતે જ એટીઆર 72 વિમાનમાં ખામી સર્જાતા દીવ જઇ રહેલા પેસેન્જર અટવાઈ ગયા હતા.જેમને કેશોદ એરપોર્ટ પર જ ઉતરી જવું પડ્યું હતું અને ત્યાંથી તેઓ વાહન મારફત દિવ પહોંચ્યા હતા.
એક જ સપ્તાહમાં બે બે વખત એક જ એરલાઇનનાં વિમાનમાં ખામી આવી ગઈ હતી. આ બાબતે કેશોદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઉચ્ચકક્ષાએ એરલાઇન સામે ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.