મહાકુંભ જતા મુસાફરોએ બિહારના સ્ટેશન પર ટ્રેનમાં કરી તોડફોડ : રોષે ભરાયેલા લોકોએ એસી કોચનાં કાચ તોડયા
બિહારના આરા રેલ્વે સ્ટેશન પર સંપૂર્ણ ક્રાંતિ ટ્રેનમાં તોડફોડ થઈ હતી. મહાકુંભમાં જઈ રહેલા અને રોષે ભરાયેલા લોકો એસી કોચનાં કાચ ફોડ્યા હતાં.અહેવાલ મુજબ આરા સ્ટેશન પર ભારે ભીડને કારણે, જે મુસાફરો પાસે ટિકિટ હતી તેઓ પણ ટ્રેનમાં ચઢી શક્યા ન હતા. કારણ કે ટ્રેનમાં પહેલાથી જ મુસાફરી કરી રહેલા મુસાફરોએ અંદરથી દરવાજા બંધ કરી દીધા હતાં. જેને કારણે સ્ટેશન પર ઉભેલા લોકો રોષે ભરાયેલા અને તોડફોડ શરુ કરી હતી.

સંપૂર્ણ ક્રાંતિ ટ્રેન આરા રેલ્વે સ્ટેશન ખાતે માત્ર 2 મિનિટ માટે રોકાય છે. જ્યારે ટ્રેન ઉભી રહી ત્યારે અંદર પહેલાથી બેઠેલા મુસાફરોએ ગેટ બંધ કરી દીધો હતો. આ કારણે, જે મુસાફરો પાસે ટિકિટ હતી તેઓ ટ્રેનમાં ચઢી શક્યા નહીં. ગુસ્સે ભરાયેલા લોકોએ પથ્થર વડે ટ્રેનમાં તોડફોડ કરી હતી.