વોશરૂમ જવા માંગતા પેસેન્જરે કર્યો કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ : ફ્લાઇટમાં હડકંપ, જાણો શું છે સમગ્ર મામલો
એર ઇન્ડિયા એક્સપ્રેસ બેંગલુરુ-વારાણસી ફ્લાઇટમાં એક સુરક્ષા સબંધિત ઘટના બની હતી. ફ્લાઇટ નંબર IX1086 સોમવારે સવારે 8 વાગ્યે બેંગલુરુથી વારાણસી માટે રવાના થઈ હતી. ફ્લાઇટ હવામાં હતી ત્યારે, એક મુસાફરે જેને શૌચાલયનો ઉપયોગ કરવાની જરૂર હતી, તેણે બળજબરીથી કોકપીટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે, જેના કારણે હંગામો મચી ગયો હતો. શરૂઆતમાં, મુસાફરોથી લઈને કેબિન ક્રૂ સુધી બધા ગભરાઈ ગયા હતા. જોકે, ઘટનાનો સમયસર ઉકેલ લાવવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો
બેંગ્લોર થી વારાણસી જતી એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટમાં એક પેસેન્જરએ કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો જેના માટે તેને સાચો પાસવર્ડ પણ નાખ્યો હતો જ્યારે કેપ્ટન એ પ્લેન હાઈજેક થયાના ડરથી દરવાજો ખોલ્યો ન હતો. અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે કોઈ સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું નથી અને આ બાબત સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે.
આ ઘટનાના જવાબમાં, એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહેવામાં આવ્યું કે, “અમને મીડિયા અહેવાલોથી વાકેફ છે કે બેંગલુરુથી વારાણસી જતી અમારી ફ્લાઇટમાં એક મુસાફરે શૌચાલયનો ઉપયોગ કરવાના ઇરાદાથી કોકપીટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.”
આરોપી સહિત નવ લોકોની અટકાયત
આ ઘટના બાદ પ્લેન વારાણસીમાં લેન્ડ થતાની સાથે જ CISFએ આરોપી સહિત નવ લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ હાથ ધરી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX 1086 સોમવારે સવારે 8:14 વાગ્યે બેંગ્લોર થી વારાણસી માટે રવાના થઈ હતી,ત્યારે એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ મુસાફરે સાચો પાસકોડ પણ દાખલ કર્યો હતો, આ ઘટના અંગે એર ઇન્ડિયા એક્સપ્રેસએ જણાવ્યું હતું કે, એક પેસેન્જર વોશરૂમ શોધતી વખતે કોકપિટના એન્ટ્રી એરિયામાં પ્રવેશ કર્યો હતો,જો કે આ બાબતે અમે તપાસ ચલાવી રહ્યા છે. જો કે ફ્લાઇટ સવારે 10 વાગ્યે વારાણસી પહોંચી. આ ઘટનાને કારણે કોઈ વિલંબ થયો ન હતો.
જૂન 2024માં પણ આવી જ ઘટના બની હતી
આ તાજેતરની ઘટના ગયા મહિને, જૂન 2024 માં બનેલી આવી જ ઘટનાની યાદ અપાવે છે, જ્યારે કોઝિકોડથી બહેરીન જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરવા બદલ 25 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તે ઘટના દરમિયાન, વિમાનને મુંબઈમાં કટોકટી ઉતરાણ કરવું પડ્યું હતું, અને આરોપીએ કેબિન ક્રૂ પર પણ હુમલો કર્યો હતો.
ભારતીય ઉડ્ડયન નિયમો શું કહે છે?
ભારતીય ઉડ્ડયન નિયમો અનુસાર, જો કોઈ મુસાફર બળજબરીથી કોકપીટમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, તો તેને સૌથી ગંભીર “પ્રોટોકોલ ઉલ્લંઘન” માનવામાં આવે છે. આ ગુનાની સજા બે વર્ષથી લઈને આજીવન સુધીની હોઈ શકે છે, અને તમને નો-ફ્લાય લિસ્ટમાં પણ મૂકી શકાય છે.
