છોકરાઓને વિદેશમાં ભણાવવા માટે મા-બાપ ભૂખ્યા રહે છે ?? વાંચો શું છે મોંઘવારી અને વાલીઓની સ્થિતિ
કેનેડા મોકલવાનો વાલીઓનો દુરાગ્રહ
સાલ્વેશન આર્મી એ ચર્ચ સંલગ્ન ચેરીટેબલ સંસ્થા છે અને વિશ્વભરમાં તેની શાખાઓ વિસ્તરેલી છે. કેનેડાની શાખાના અહેવાલ મુજબ, કેનેડામાં રહેવાના ખુબ ખર્ચા થાય છે અને માટે ઘણા માતા-પિતા એક ટંક ભોજન લેતા નથી જેથી તેઓ તેના બાળકોને જમાડી શકે. માર્ચ 2024 માં આવા વાલીઓએ કુલ મળીને જેટલી વખત ફૂડ બેંકની મદદ લીધી હોય તેનો આંકડો વીસ લાખને વટી ગયો હતો. તેનો અર્થ એ કે ૫૮ % પરિવારો અન્નની કટોકટીમાં જીવે છે.
કેનેડામાં મોંઘવારી
કેનેડામાં વસતા લોકો જીવનનિર્વાહના વધતા ખર્ચ સાથે ઝઝૂમી રહ્યા છે, જેના કારણે ઘણા માતા-પિતાએ પોતાના કે બાળકોના ભોજનમાંથી કોઈ એકની પસંદગી કરવા મજબુર થવું પડ્યું છે. વાલીઓએ નાછૂટકે પોતાના મોંમાંથી કોળીયો કાઢીને એના બાળકોને આપવો પડે છે. વધતી જતી મોંઘવારી, કરિયાણાના ઊંચા ભાવ અને અન્ય આર્થિક મુશ્કેલીઓ સમગ્ર દેશમાં પરિવારો માટે જીવન મુશ્કેલ બનાવી રહી છે.
ગરીબી પર સાલ્વેશન આર્મીનો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે ચાર પરિવારમાંથી એક પરિવારના વાલીએ તેમના બાળકોને સાચવવા માટે પોતે અમુક ટંક ઓછું જમવાનું શરુ કર્યું છે.
- 90% એ અન્ય બિલોને આવરી લેવા માટે તેમના કરિયાણાના ખર્ચમાં ઘટાડો કર્યો છે.
- 86% લોકોએ સસ્તા, ઓછા સ્વાસ્થ્યપ્રદ ખોરાકના વિકલ્પો ખરીદ્યા છે.
- 84% લોકોએ ભોજન એક ટંકનું ભોજન છોડી દીધું છે.
સાલ્વેશન આર્મીના પ્રવક્તા જ્હોન મુરેએ જણાવ્યું હતું કે, “ઘણા કેનેડિયનો તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ખાસ કરીને જ્યારે તેમના બાળકોને સાચવવાની વાત આવે છે ત્યારે, વાલીઓ મૂંઝવણમાં છે. આ એક ગંભીર કટોકટી છે.”
ફૂડ બેંકોની કફોડી હાલત
સમસ્યા ફક્ત પરિવારો સુધી સીમિત રહી નથી. અડધાથી વધુ (58%) કેનેડિયનો કહે છે કે તેમને પૂરતો ખોરાક મેળવવામાં તકલીફ પડી રહી છે. બાળકો સાથેના પરિવારો ખાસ કરીને અસરગ્રસ્ત છે.
કેનેડાની ફૂડ બેંકોની સ્થિતિ સારી નથી. માર્ચ 2024 માં, ફૂડ બેંકોને વીસ લાખથી વધુ ટીફીન આપવા પડ્યા હતા જે અગાઉના વર્ષ કરતાં 6% અને 2019 કરતાં તો 90% વધુ કહેવાય. તેનાથી પણ વધુ ચિંતાજનક વાત એ છે કે, 58% લોકો કે જેમણે છેલ્લા વર્ષમાં ફૂડ બેંકનો ઉપયોગ કર્યો હતો તેઓ પ્રથમ વખત ફૂડ બેન્કની સેવાનો ઉપયોગ કરી રહેલા.
કેનેડાની સૌથી મોટી સામાજિક સેવા સંસ્થાઓમાંની એક, સાલ્વેશન આર્મીએ ગયા વર્ષે 3.2 મિલિયન ટંકનું ભોજન આપ્યું હતું અને 2.1 મિલિયનથી વધુ કેનેડિયનોને ખોરાક, કપડાં અને અન્ય જરૂરિયાતો માટે મદદ કરી હતી. કોરોનાના રોગચાળા પછી, તેઓએ વધુ પરિવારો અને માતા-પિતાને મદદની શોધમાં ફરતા અને રઝળતા જોયા છે. મુરેએ નોંધ્યું હતું કે લોકો સાલ્વેશન આર્મીમાં આવે છે ત્યાં સુધીમાં, તેઓએ ઘણીવાર મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે, જેમ કે ખોરાક ખરીદવો કે ભાડું ચૂકવવું. આ સંઘર્ષો તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
કેનેડિયન ફુગાવો જૂન 2022 માં 8.1% ના ઉચ્ચ સ્તરથી ઘટીને સપ્ટેમ્બર 2024 માં 1.6% થવાની તૈયારીમાં છે. આ ફુગાવા અને ખાદ્યપદાર્થોના ખર્ચ અંગેની ચિંતાઓ ઓછી થઇ પણ સમસ્યાઓ યથાવત રહી છે. 2023 માં, 47% કેનેડિયનોએ કહ્યું કે ફુગાવો તેમની સૌથી મોટી ચિંતા છે; આ વર્ષે તે 36% છે. ખાદ્યપદાર્થોના ભાવ અંગેની ચિંતા પણ 2023માં 39%થી ઘટીને 2024માં 33% થઈ ગઈ છે.
હજુ પણ ઘણા પરિવારો કોઈ રાહત અનુભવી રહ્યા નથી. તાજેતરના સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે 44% કેનેડિયન અન્ય બિલ ચૂકવવા માટે કરિયાણા પર ઓછો ખર્ચ કરી રહ્યા છે. વધુમાં, 26% લોકો ભોજન છોડી રહ્યા છે અથવા તેમાં ઘટાડો કરી રહ્યા છે, જે ગયા વર્ષના 21% થી વધુ છે.
જીવનનિર્વાહના વધતા ખર્ચ અંગે રાજકીય ચર્ચા
જીવનનિર્વાહના વધી રહેલા ખર્ચની તકલીફોએ રાજકીય દલીલોને જન્મ આપ્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારને ખોરાકની અસુરક્ષાની સ્થિતિને વધુ ખરાબ કરવા માટે દોષી ઠેરવી છે અને કહ્યું છે કે તેમના નેતૃત્વ પહેલાં પરિસ્થિતિ વધુ સારી હતી. જવાબમાં, કેનેડાના ફેમિલી મિનિસ્ટર જેન્ના સૂડ્સે કહ્યું કે કન્ઝર્વેટિવ્સ નેતાઓ રાજકીય લાભ માટે કટોકટીનો ઉપયોગ કરી રહ્યા છે અને સામાજિક કાર્યક્રમોમાં કાપ મૂકવાની તેમની યોજના માહોલ વધુ ખરાબ કરશે. એનડીપીના એલિસ્ટર મેકગ્રેગરે “કોર્પોરેટ લોભ”ને દોષી ઠેરવ્યો અને અમુક રાજકારણીઓને વધુ પડતી સત્તા આપવા બદલ લિબરલ અને કન્ઝર્વેટિવ બંને પક્ષોની ટીકા કરી.
સમસ્યાનો સામનો કરવા માટે, ટ્રુડોની સરકાર કપડાં, ડાયપર અને પ્રી-મેડ ફૂડ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પરથી GST દૂર કરવાનું વિચારી રહી છે. એનડીપીના નેતા જગમીત સિંહે આ યોજનાને ટેકો આપ્યો હતો પરંતુ કહ્યું હતું કે તે “વિન્ટર-ટેક્સ-ફ્રી” ગણાવ્યા છે પણ તેનો લાભ મળતો નથી.