પાકિસ્તાનની ખંધી ચાલ! જમ્મુના મહાકાય પ્રોજેક્ટમાં મજૂર તરીકે આતંકીઓને ગોઠવી દીધા
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં 3700 કરોડના ખર્ચે આકાર લઈ રહેલા 850 મેગાવોટનાં એક વિશાળ રેટલ હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં પાંચ સક્રિય આતંકવાદીઓ સહિત ગુનાહિત ઈતિહાસ ધરાવતા 29 જેટલા લોકો મજુર તરીકે ગોઠવાઈ ગયા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ પ્રોજેક્ટ ઉપર હાલમાં મેઘા એન્જિનિયિંરગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની કંપની કામ કરી રહી છે અને કંપનીએ ભરતી કરેલા મજૂરોમાં આવા આતંકીઓ ગોઠવાઈ ગયા છે. પોલીસે કંપનીને લખેલા એક પત્રમાં આવા લોકોને સુરક્ષા માટે ખતરો ગણાવ્યા છે.
કિશ્તવાડના ભાજપ ધારાસભ્ય, શગુન પરિહારે પણ આ પ્રોજેક્ટમાં કાર્યરત કામદારો અંગે આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે પોલીસના પત્રો તેમના આરોપોની પુષ્ટિ કરે છે. કંપનીના ચીફ ઓપરેિંટગ ઓફિસર , હરપાલ સિંહે જાહેરમાં પરિહાર પર પ્રોજેક્ટમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યા બાદ આ વિવાદ સામે આવ્યો હતો. પત્રના પ્રકાશનથી વિવાદમાં નવો વળાંક આવવાની શક્યતા છે.
કંપનીનાં જનરલ મેનેજરને લખેલા પત્રમાં, વરિષ્ઠ પોલીસ અધિક્ષક નરેશ સિંહે જણાવ્યું હતું કે પ્રોજેક્ટમાં કામ કરતા કિશ્તવાડના રહેવાસીઓની નિયમિત પોલીસ ચકાસણીના ભાગ રૂપે, સંબંધિત અધિકારીએ એક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં 29 વ્યક્તિઓ વિધ્વંસક/રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. 29 નામોની યાદી જોડતા, નરેશ સિંહે જણાવ્યું હતું કે આ કર્મચારીઓને નોકરી પર રાખવાથી પાવર પ્રોજેક્ટની સુરક્ષા જોખમમાં મુકાય છે.
આ પણ વાંચો :પતિ બિઝનેસમેન અને સસરા પાઇલોટ છતાં 5 કરોડનું દહેજ માગ્યુ: ગાંધીનગરની ઘટના,સોના-ચાંદી કાર સહિતની માગણી કરી
હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સના વ્યૂહાત્મક અને રાષ્ટ્રીય મહત્વને રેખાંકિત કરતા, SSP એ જણાવ્યું હતું કે આ દુશ્મન રાષ્ટ્ર માટે ઉચ્ચ જોખમી લક્ષ્યો છે. SSP એ જણાવ્યું હતું કે આવા કર્મચારીઓ/કામદારોના રોજગાર પર પુનર્વિચાર કરવાની જરૂર છે કારણ કે તેઓ કંઈપણ કરી શકે છે અને પ્રોજેક્ટ માટે ખતરો ઉભો કરી શકે છે.
નરેશ સિંહે MEIL અધિકારીઓને વિનંતી કરી કે આવા કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખે અને જો કંઈપણ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે જેથી કાર્યવાહી કરી શકાય.
ઇન્ડીયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, પ્રોજેક્ટમાં વિવિધ હોદ્દા પર કામ કરતા આ 29 શંકાસ્પદોમાંથી, પોલીસ ચકાસણી અહેવાલમાં પાંચના નામ આતંકવાદ સાથે જોડાયેલા હોવાનું જણાવાયું છે. આમાં વિસ્તારના એક ભૂતપૂર્વ આતંકવાદીના ત્રણ સંબંધીઓ, એક શંકાસ્પદ ભૂગર્ભ આતંકવાદી કાર્યકર્તાનો પુત્ર અને આત્મસમર્પણ કરનાર આતંકવાદીનો પુત્ર શામેલ છે.
29 માંથી એક પર ચોક્કસ પાણીના સ્ત્રોતોને દૂષિત કરવાનો અને દસ્તાવેજો ખોટા બનાવવાનો આરોપ છે, જ્યારે અન્ય 23 “ગુનાહિત પૃષ્ઠભૂમિ” ધરાવે છે અને તેમના પર ગુનાહિત અતિક્રમણ, જાહેર જનતા અથવા કોઈપણ વ્યક્તિને ખોટી રીતે ઇજા પહોંચાડવાના ઇરાદાથી તોડફોડ વગેરે જેવા આરોપોછે.
કંપની દ્વારા ભરતી કરાયેલા 1,434 સ્થાનિક લોકોમાંથી 960 એકલા કિશ્તવાડ જિલ્લાના અને 220 ડોડા જિલ્લાના છે. આમાંથી લગભગ 50 ટકા લોકો કાં તો જાણતા નથી કે તેમને કયા કામ માટે રાખવામાં આવ્યા છે અથવા તેઓ કામ કરવા માંગતા નથી.
