UAE સામે મેચ ના રમવાના પાકિસ્તાનના નાટક: ટીમને હોટેલ ના છોડવા PCB એ આદેશ આપતા મેચ મોડી શરૂ થવાના એંધાણ
હેન્ડશેક વિવાદ બાદ પાકિસ્તાન સતત ચર્ચામાં છે મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા આ વિવાદ સર્જાયો છે ત્યારે આજે એશિયા કપનો 10મો મુકાબલો આજે દુબઈમાં પાકિસ્તાન અને યજમાન UAE વચ્ચે રમવાનો હતો. ત્યારે યૂએઈ સામે એશિયા કપની મેચ પહેલાં પાકિસ્તાનનું મોટું નાટક સામે આવ્યું છે. ટીમને હોટેલમાં જ રોકાઈ જવા પીસીબી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. થોડી જ વારમાં નિર્ણય પરથી પલટી મારી મેચ રમવા તૈયારી દર્શાવતા હવે આઠની જગ્યાએ નવ વાગ્યા બાદ મેચ રમાઈ શકે. હાલ ICC-PCB વચ્ચે વાતચીત ચાલું છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. મેચ રેફરી તરીકે પૉયક્રોફ્ટને ન હટાવતા PCB રઘવાયું બન્યું છે.
શ છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે રવિવારે ભારત-પાકિસ્તાન મેચ બાદ, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાની ટીમે આ માટે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને જવાબદાર ઠેરવ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આ અંગે ICCમાં ફરિયાદ નોંધાવી હતી. પાકિસ્તાને મેચ રેફરીને હટાવવાની માંગ કરી હતી. જોકે, ICCએ આમ કરવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે પાકિસ્તાન યુએઈ સામે મેચ નહીં રમે. ત્યારે હવે PCB દ્વારા ટીમને હોટલમાં જ રોકાઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે મેચ મોડો શરૂ થાય તેવા એંધાણ છે.
હોટેલની બહાર એક બસ ઉભી રાખવામાં આવી હતી અને…
ભારત સામે રવિવારની મેચથી પાકિસ્તાની ટીમનો નાટક ચાલુ છે. શરૂઆતમાં, PCBએ રેફરીને હટાવવામાં નહીં આવે તો UAE સામેની મેચનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. જોકે, બાદમાં પાકિસ્તાની ટીમ રમવા માટે તૈયાર દેખાઈ હતી. ખેલાડીઓ પ્રેક્ટિસ માટે પણ પહોંચ્યા હતા. જોકે, પાકિસ્તાને આગલા દિવસે યોજાનારી પ્રેસ કોન્ફરન્સ રદ કરી હતી.
પાકિસ્તાનના ઇનકાર પછી શું પરિસ્થિતિ છે?
ભારત અને પાકિસ્તાન ગ્રુપ B માં છે, જેમાં કુલ 4 ટીમો છે. ટીમ ઇન્ડિયાએ તેની બંને મેચ જીતી છે અને સુપર ફોર માટે ક્વોલિફાય કર્યું છે. ઓમાન તેની બંને મેચ હારી ગયું છે અને રેસમાંથી બહાર થઈ ગયું છે. સુપર ફોરમાં પહોંચવા માટે, પાકિસ્તાન અને UAE એકબીજા સામે ટકરાશે. જે પણ ટીમ જીતે તે ભારત સાથે સુપર ફોર માટે ક્વોલિફાય થઈ જશે. પરંતુ પાકિસ્તાન આ મેચ રમવાનો ઇનકાર કરશે તો UAE બે પોઈન્ટ મેળવશે અને એશિયા કપના સુપર ફોર માટે ક્વોલિફાય થશે.
વિવાદ કેવી રીતે શરૂ થયો?
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન હાથ મિલાવવાના વિવાદ બાદ, PCB એ દાવો કર્યો હતો કે પાયક્રોફ્ટે કેપ્ટન સલમાન અલી આગાને કહ્યું હતું કે ટોસ દરમિયાન હાથ મિલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જે MCC નિયમોની વિરુદ્ધ છે. ICC જનરલ મેનેજર વસીમ ખાનને કરેલી ફરિયાદમાં, PCB એ જણાવ્યું હતું કે પાયક્રોફ્ટના કાર્યો MCC નિયમોનું ઉલ્લંઘન કરે છે અને ક્રિકેટની ભાવનાની વિરુદ્ધ છે. PCB એ આગ્રહ કર્યો હતો કે પાયક્રોફ્ટને એશિયા કપની બાકીની મેચોમાંથી દૂર કરવામાં આવે, પરંતુ ICC એ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.
