હોકી એશિયા કપ રમવા પાકિસ્તાનની ટીમ ભારત નહીં આવે : પાકિસ્તાન સરકારે ભારત પ્રવાસને કર્યો નામંજૂર
હોકી એશિયા કપ બાબતે જ્યારથી એ સમાચાર વહેતા થયા હતા કે પાકિસ્તાનની ટીમ હોકી રમવા માટે ભારત આવશે અને ભારતના રમત ગમત મંત્રાલયે પણ પાકિસ્તાનની ટીમને મંજૂરી આપી દીધી છે ત્યારથી આ હોકી એશિયા કપ અંગે ભારતમાં ચર્ચાઓએ ખુબજ જોર પકડયું હતું જેનો હવે અંત આવ્યો છે. હોકી એશિયા કપ રમવા પાક. ટીમ ભારત નહીં આવે.
આ પણ વાંચો : IND VS ENG : ઋષભ પંતે બનાવ્યા નવા 2 રેકોર્ડ! ધોનીને પાછળ છોડ્યો, કોહલી-સચિનથી પણ આગળ જવાની તક
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ બાદ બંને દેશો વચ્ચે રમતગમતના મોરચે પણ પરિસ્થિતિ સંઘર્ષથી ભરેલી છે. ક્રિકેટ મેદાન પર આઇસીસી અને એસીસી ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચોનું આયોજન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હોકી મેદાન પર પરિસ્થિતિ એવી નથી. ભારતમાં યોજાનારા હોકી એશિયા કપ માટે પાકિસ્તાન પોતાની ટીમ મોકલવા તૈયાર નથી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, સરકારે હોકી ટીમને ભારત જવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે.
આ પણ વાંચો : સૈફ અલી ખાન બાદ બેબોની કાર પર થયો હતો હુમલો! કરીના કપૂર મામલે રોનીત રોયે કર્યો ચોંકાવનારો ખુલાસો
બિહારના રાજગીરમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે સતત શંકા હતી. અગાઉ, બધાની નજર ભારત સરકાર પર હતી કે શું તે આ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાની ટીમને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપશે કે નહીં. જોકે, ભારત સરકારે આ મામલે નરમ વલણ અપનાવ્યું અને પાકિસ્તાની ટીમને પરવાનગી આપવાનો નિર્ણય લીધો હતો. રમતગમત મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની ટીમને બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હોવાથી તેને રોકવામાં આવશે નહીં. જો કે પાકિસ્તાન સરકારે હવે હોકી ટીમને ભારત પ્રવાસ માટે પરવાનગી આપવાનો ઇન્કાર કરતા તેના વગર જ આ ટુર્નામેન્ટ રમાશે.